Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગરીબોને 'રાડ' પડાવતુ કેરોસીન : લીટરે છે. ૧૦નો તોતિંગ વધારો

રાજકોટ શહેર-જીલ્લામાં કેરોસીન મેળવતા હજારો કાર્ડ હોલ્ડરોમાં સુના નિસાસાઃ ઓઇલ કંપનીએ કવીન્ટલ ૭ હજારનો વધારો ઝીંકતા ભાવો વધ્યા : ગયા વખતે ૪૪ હતો તેના સીધા લીટરના છે. પ૪: કલેકટરે પરીવહન : દરમાં ૩.૪૦ને બદલે પ.૯ર ભાવો કરી આપ્યાઃ લીટર દીઠ રાા છે.નો વધારો : રાજકોટ જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગયા વખતના ભાવો છુપાવાતા હોવાનો આક્ષેપો

રાજકોટ, તા., ૧૮: પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ભાવો સળગી ઉઠયા બાદ હવે નવેમ્બર માસના સસ્તા અનાજના હજારો ગરીબ કાર્ડ હોલ્ડરોને કેરોસીને આકરો ડામ આપતા સીસકારા નીકળી ગયા છે.

એક તો આ વખતે ૭ થી ૮ દિવસ કેરોસીનનું મોડૂ વિતરણ થયું છે, એમાં આ વખતે કેરોસીનના ભાવોમાં લીટરે છે. ૮ થી ૧૦ નો તોતીંગ ભાવ વધારો ઝીંકી દેવાતા દેકારો મચી ગયો છે, રાજકોટ શહેર-જીલ્લામાં કેરોસીન મેળવતા ૪પ થી પ૦ હજાર કાર્ડ હોલ્ડરો છે, આ પરિવાર ઉપર આ ભાવ વધારાની વ્રજઘાત જેવી તીવ્ર અસર જોવા મળી છે.આની પાછળ પુરવઠા તંત્રના અધિકારી સૂત્રો મહત્વનું કારણ આપતા ઉમેરે છે કે ઓઇલ કંપનીઓએ આ વખતે કેરોસીનમાં સીધો ૭ હજારનો વધારો કરી દિધો છે, ઓકટોબરમાં કવીન્ટલના ૩૮પ૦૦ ભાવ હતા તેના આ વખતે સીધા ૪પપ૦૦ જેટલા ભાવ થઇ ગયા છે.

એ ઉપરાંત કલેકટરે પણ પરીવહન દરના ભાવમાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરોને વધારો કરી આપ્યો છે, ગયા મહિને પરીવહન દરનો ભાવ ૩ રૂપિયા ૪૦ પૈસા હતો, તેમાં રાા છે.નો વધારો કરી ભાવ પ રૂપિયા ૯ર પૈસા કરાયો છે, કેરોસીનમાં ૧૦ છે. જેટલો તોતીંગ ભાવ વધારો એ પણ લીટરે થતા પુરવઠા તંત્રે પણ મૌન સેવી લીધુ છે, જીલ્લા પુરવઠા તંત્ર ગયા વખતના - મહિનાના ભાવો છૂપાવતું હોવાના આક્ષેપો ગરીબ કાર્ડ પરીવારો કરી રહ્યા છે.

અત્રે કેરોસીનના રાજકોટ શહેર અને તાલુકા વાઇઝ કંડલા ડેપો અને વડોદરા ટર્મીનલથી આવતા ભાવોનું નવુ લીસ્ટ જાહેર કરાયું તે આ મુજબ છે.

(3:04 pm IST)