Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

વોર્ડ નં.૯ના અદ્યતન કોમ્યુનિટી હોલનું 'અભયભાઇ ભારદ્વાજ' નામકરણ

જનરલ બોર્ડમાં અરજન્ટ બીઝનેશ દરખાસ્ત સર્વાનુમતે મંજુરઃ ઘંટેશ્વરમાં ૨૪ મી ડી.પી. રોડની કપાતના અસરગ્રસ્તોને વૈકલ્પિક જમીન ફાળવવા સહિતની પાંચ દરખાસ્તોનો નિર્ણય કરાયો

રાજકોટ,તા. ૧૮ : શહેરના વોર્ડ નં. ૯ના સાધુ વાસવાણી વિસ્તારમાં મ.ન.પા. દ્વારા નિર્માણ પામેલ અદ્યતન કોમ્યુનિટી હોલનું 'અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનીટી હોલ' નામકરણની અરજન્ટ બિઝનેશ દરખાસ્ત આજે મળેલ જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુર થઇ હતી. આ ઉપરાંત ભરતીના નિયમોની એક અરજન્ટ બીઝનેશ તથા પાંચ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મનપા દ્વારા વોર્ડ નં. ૯ માં વોર્ડ ઓફિસ સામે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું 'અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ' નાકરણ કરવા અંગે સંજયસિંહ રાણા તરફથી લીલુબેન જાદવના ટેકાથી આવેલ દરખાસ્ત લક્ષમાં લેતા આ દરખાસ્ત આજે મળેલ સામાન્ય સભામાં અરજન્ટ બિઝનેશ તરીકે રજુ કરવામાં આવી હતી. આ દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. દરમ્યાન મ.ન.પા.ની સીધી ભરતીની વર્ગ -૧ની વર્ગ-૪ના તમામ સંવર્ગોની વયમર્યાદા સરકારશ્રીનાધોરણે અમલવારીનો નિર્ણય કરવાની અરજન્ટ બિઝનેશ દરખાસ્ત સર્વાનમુતે મંજૂર થઇ હતી.

આ ઉપરાંત   જનરલ બોર્ડના એજન્ડા મુજબ કુલ ૫ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાયો હતો. જેમાં ઘંટેશ્વરમાં ૨૪ મી ડી.પી. રોડની કપાતના અસરગ્રસ્તોને વૈકલ્પિક જમીન ફાળવવા, વોર્ડ નં. ૩માં બાવાજીરાજ સ્કુલ બાજુમાં આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરમાં નવી પાર્કિંગ પોલીસી મંજુર કરવા અને અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય (લેંગ લાઇબ્રેરી)માં કોર્પોરેટરની સભ્યપદે નિમણૂંક કરવા અને શિક્ષણ સમિતિનું રોજકામ મંજુર કરવા સહિતની દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

(3:04 pm IST)