Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ફુડશાખા દ્વારા ર૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ ૧૭ ધંધાર્થીને નોટીસઃ બે નમુના લેવાયા

રાજકોટઃ મહાનગર પાલીકાની ફુડ શાખા દ્વારા  જાહેર આરોગ્ય હિતાર્થે શહેરના વિવિધ વિસ્તારમાં  તથા વન રોડ વન વીક ઝુમ્બેશ હેઠળ ખાણીપીણીના સ્થળોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૪૦  સ્થળે ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્યાન વાસી બ્રેડ ૧૨ પેકેટ, પીઝા ૩ કિ.ગ્રા. પસ્તી ૫ કિ.ગ્રા., તેમજ ૧૭ ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત   ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ નમૂના લેવામાં આવેલ (૧) સ્થળૅં હરભોલે ડેરી ફાર્મ, રૈયા રોડ, રાજકોટ થી મિક્ષ દુધ (લૂઝ) તથા (ર) સ્થળઃ બલરામ ડેરી ફાર્મ, હસનવાડી મેઇન રોડ, રાજકોટ થી મિક્ષ દુધ (લૂઝ)  નો નમુનો લીધેલ છે.

(3:36 pm IST)