Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

શનિવારે હેમુગઢવી હોલ ખાતે ભાજપના બે કાર્યક્રમો

મીની હોલ (રરપની કેપેસીટી)માં શહેર ભાજપનો કાર્યક્રમઃ મેઇન હોલ (૧ર૦૦ની કેપેસીટી)માં સમસ્ત બ્રહ્મસમાજનો કાર્યક્રમઃ સી.આર.પાટીલ બંન્નેમાં હાજરી આપશે : ગઇકાલે કમલમ ખાતે સી.આર.પાટીલ અને વિજયભાઇ રૂપાણી વચ્ચે ૧ કલાકની બેઠકમાં શું ચર્ચાયુ?

રાજકોટ, તા., ૧૮: શહેર ભારતીય જનતા પક્ષમાં આંતરીક મનદુઃખ સપાટીએ આવ્યા પછી હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવું દર્શાય છે.

મળતી વિગતો મુજબ શનિવારે બપોરે ૩ થી ૪ વચ્ચે શહેર ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ હાજરી આપવાના છે. આ પહેલા આ કાર્યક્રમ રદ થયેલ. જનસંઘથી ભાજપ સુધીના કાર્યકરો સંમેલનમાં સી.આર.પાટીલ હાજર રહેવાના હતા.

તેમાં ગોવિંદભાઈ અને ભરતભાઈએ આમંત્રણો આપેલ. જેમાં વિજયભાઈ-નિતીનભાઈના નામો નહોતા તેથી મોટો વિવાદ સર્જાયેલ અને અંતે રદ્દ થયેલ. હવે મીની હોલ હેમુ ગઢવીમાં નવો કાર્યક્રમ નક્કી થયો છે.

દરમિયાન ગઇકાલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ કારોબારી હતી ત્યારે બપોરે ૧ર થી ર વચ્ચે એકાદ કલાક માટે શ્રી વિજયભાઇ રૂપાણી અને સી.આર.પાટીલ વચ્ચે બેઠક યોજાયાનું અને તેના પગલે શનીવારે હેમુ ગઢવી મીની હોલમાં કાર્યક્રમ યોજાયાનું જાણવા મળે છે.

આ પછી શનિવારે હેમુ ગઢવી મેઈન હોલમાં ૩ાા થી ૬ાા સુધી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જ્ઞાન સંકલ્પ યોજના કાર્યક્રમ યોજાયો છે. તેનુ ઉદ્ઘાટન શ્રી સી.આર. પાટીલ કરશે અને અધ્યક્ષ સ્થાને શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) બીરાજશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી કે બ્રહ્મસમાજના અગ્રણી શ્રી નિતીન ભારદ્વાજના નામો ન હોય ભારે ચર્ચા સર્જાયેલ.

હેમુ ગઢવી મીની હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં વિજયભાઈ સહિતના મહાનુભાવો હાજર રહેશે કે કેમ તે જાણવા મળતુ નથી.

શ્રી સી.આર. પાટીલ હેમુ ગઢવી મીની હોલમાં હાજરી આપી ૪ા થી ૫ા સુધી બ્રહ્મસમાજના કાર્યક્રમમાં હાજરી આપી જામનગર જવા નિકળી જશે. શ્રી સી.આર. પાટીલ રાજકોટમાં પ્રેસને મળશે અને કેટલાક પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાં હાજરી પણ આપશે. આમ શનિવારના આ બે કાર્યક્રમની તૈયારી ભારે ચર્ચા ચાલી રહી છે.(

(3:38 pm IST)