Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

બેડી ખાતે આજી નદી અને પ્રદ્યુમન પાર્ક બાજુમાં લાલપરી તળાવ ખાતેથી જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવાની કામગીરી કરતી રાજકોટ મહાનગરપાલિકા

તા. ૦૧-૦૧-૨૦૨૧થી આજ દિન સુધીમાં અંદાજે કુલ ૪૭૦૦ ટન જેટલી જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતીનો નિકાલ કરવામાં આવેલ

રાજકોટ બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં જળકુંભી વનસ્પતિ ખુબ જ મોટા પ્રમાણમાં ઊગેલ હોવાથી આસપાસના વિસ્તારમાં મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ પ્રમાણમાં રહેતો હોવાથી લોકોનાં સ્વાસ્થ્યનાં જાહેર હિતને ધ્યાને લેતા, આ ગાંડી વેલને દુર કરવા માટે જરૂરી Weed Removal Machine ની ખરીદી રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ વર્કશોપ શાખા દ્વારા ૦૧( એક ) મશીન ૦૫ વર્ષના Comprehensive Operation & Maintenance સાથે દ્વારા ખરીદી કરવામાં આવેલ.

આ પ્રકારનું Weed Removal Machine સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરવામાં આવેલ, આ મશીન દ્વારા જળકુંભી વનસ્પતિ દુર કરવાની કામગીરી ૦૧- ૦૧-૨૦૨૧થી રાજકોટ બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં શરૂ કરવામાં આવેલ. આ મશીન દ્વારા સો પ્રથમ જળકુંભી વનસ્પતિ (ગાંડી-વેલને) ને Weed Removal Machine દ્વારા નદીમાંથી મશીનમાં ભર્યા બાદ તેને (જળકુંભી - ગાંડી-વેલને)કિનારા પર ઠાલવવામાં આવે છે, કિનારા પરની ગાંડી-વેલને ત્યારબાદ લોડર એક્સેવેટર(JCB)ની મદદથી ડમ્પરમાં ભરી નાકરાવાડી (ડમ્પીંગ સાઈટ) ખાતે નિકાલ કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરવામાં આવેલ Weed Harvester Cum Weed Removal Machine ની કામગીરી સંતોષકારક જણાતા, આ પ્રકારનું બીજું મશીન ખરીદ કરવામાં આવેલ. આ બીજું મશીનની કામગીરી (Weed Harvester Cum Weed Removal Machine) તારીખ ૧૦-૦૩-૨૦૨૧ નાં રોજ સૌ પ્રથમ પ્રદ્યુમન પાર્ક બાજુમાં લાલપરી તળાવ ખાતેથી જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટે મુકવામાં આવેલ. આ મશીનની મદદથી તા.૨૫-૦૩-૨૦૨૧ સુધીમાં, પ્રદ્યુમન પાર્ક બાજુમાં લાલપરી તળાવમાં થયેલ જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી સંપૂર્ણ દુર કરવામાં આવેલ. રાજકોટ બેડી યાર્ડ પાછળ આવેલ આજી નદીમાં કે જ્યાં જળકુંભી વનસ્પતિ ને કારણે મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ પ્રમાણમાં રહેતો હોવાથી લોકોનાં સ્વાસ્થ્યનાં જાહેર હિતને ધ્યાને લઇ આ બીજું મશીન પણ તારીખ ૨૬-૦૩-૨૦૨૧ થી બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં કામગીરી કરવા માટે ઉતારવામાં આવેલ.
હાલમાં ચોમાસાની ઋતુમાં થયેલા ભારે વરસાદનાં કારણે પ્રદ્યુમન પાર્કની બાજુમાં લાલપરી તળાવમાં ફરીથી આ જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી ઉપરવાસમાંથી ધસી આવેલ હોય, આ સંબંધિત વિસ્તારમાં મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ પ્રમાણમાં રહેતો હોવાથી લોકોનાં સ્વાસ્થ્યનાં જાહેર હિતને ધ્યાને લેતા આ  વિસ્તાર વોર્ડ નં. ૬ ના કોપરેટર ઓ દ્વારા આ જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી  દુર કરવા માટેની  રજૂઆત મ્યુનિ. કમિશનરને કરેલ જે ધ્યાને લઇ મ્યુનિ. કમિશનર તથા નાયબ કમિશનરશ્રી (ઇસ્ટ ઝોન)ની સુચના મુજબ તા. ૨૨/૦૯/૨૦૨૧ ના રોજ ફરીથી આ Weed Harvester Cum Weed Removal Machine ને પ્રદ્યુમન પાર્કની બાજુમાં લાલપરી તળાવમાં  મુકવામાં આવેલ અને સમગ્ર તળાવની સફાઈ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી તા.૨૦/૧૦/૨૦૨૧ નાં રોજ પૂર્ણ થયેલ. હાલમાં આ ૦૨ (બંને)  મશીનો બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં કાર્યરત છે. જેના દ્વારા ૭૦ % જેટલી નદીની સફાઈ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. બાકી રહેલ કામગીરી હાલમાં ચાલુ છે. જે આગામી સમયમાં પૂર્ણ થયે રાજકોટ શહેરમાં અન્ય કોઈ જગ્યા પર જરૂરિયાત મુજબ આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ બંને (૦૨) મશીનો (Weed Harvester Cum Weed Removal Machine) દ્વારા આજ દિન સુધીમાં અંદાજે કુલ ૪૭૦૦ ટન જેટલી જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતીનો નિકાલ કરવામાં આવેલ છે. 

(8:59 pm IST)