Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટમાં સતત બીજા દિવસે કોરોના કેસ નોંધાયા: વાંકાનેર સોસાયટી અને ગોકુલ સોસાયટીમાં રહેતા બન્ને મહિલા કોરોના સંક્રમિત

રાજકોટ: શહેરનાં વોર્ડ નં.2માં આવેલ વાંકાનેર સોસાયટીમાં રહેતા અને હરિદ્વારથી પરત આવેલ 63 વર્ષીય મહિલા અને વોર્ડ નં.10નાં ગોકુલ સોસાયટીમાં રહેતા જયપુરથી પલત આવેલ 39 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીનાં કોન્ટેકમાં આવેલા લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. બન્ને દર્દીઓએ વેકસીનના બંને ડોઝ લીધા છે.

રાજકોટ શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.

*કુલ કેસ –42867*

*સારવાર હેઠળ -15*

*આજના ડિસ્ચાર્જ -06*

(9:02 pm IST)