Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટયો : સીએમ તરીકે રુપાણીના નામનો ઉલ્લેખ કર્યો : છ દિવસમાં બે વાર જીભ લપસી

બેડી માર્કેટીંગ યાર્ડના કાર્યકર્મમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ફરી એકવાર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની જગ્યાએ સીએમ તરીકે રુપાણીનું નામ બોલ્યા

રાજકોટ: બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરાયું હતું,આ કાર્યકર્મમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ફરીવાર જીભ લપસી હતી. તેમણે સ્ટેજ પર પોતાના ભાષણમાં સીએમ તરીકે વિજયભાઈ  રુપાણીનું નામ લીધું હતું, જો કે, ભૂલનું માન થતા તેઓએ ત્યાર બાદ ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉલ્લેખ કર્યો હતો.

રાજકોટ ખાતે બેડી માર્કેટીંગ યાર્ડના એક કાર્યકર્મમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટયો હતો. તેઓએ ફરી એકવાર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની જગ્યાએ સીએમ તરીકે રુપાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, ભુપેન્દ્રભાઈ  પટેલના નેતૃત્વનો મંચ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણકે આજથી 6 દીવસ પહેલા પાટણ ખાતે જન આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી બીન ચેપી રોગો માટે સ્કીનીંગથી સારવાર સુધીના મહા અભિયાનનો શુક્રવારના રોજ શહેરની એમ.એન.હાઇસ્કૂલ ખાતે રાજય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્ક મેગા કેમ્પનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારે પણ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભૂપેન્દ્રભાઈ પટેલના બદલે સીએમ તરીકે વિજયભાઈ  રૂપાણીનું નામ બોલ્યા હતા.

મંત્રી જગદીશ વિશ્વકર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો શહેર તરફ જઈ રહ્યા છે તેનું કારણ સરકાર દ્વારા શહેરમાં થતો વિકાસ છે સરકાર દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે તેથી શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો પણ વધી રહી છે.

(10:23 pm IST)