Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

હાલ રાજકોટની ૪ બેઠક ઉપર ૭૪ ઉમેદવારો મેદાનમાં ૬૮-રાજકોટમાં બે ૬૯-રાજકોટમાં ૧ - તો ૭૧-રાજકોટ બેઠક ઉપરથી ૩ અપક્ષે ફોર્મ પાછા ખેચ્‍યા ૩ાા વાગ્‍યાથી પક્ષોને ચૂંટણી ચિન્‍હો અપાશે સાંજે પ વાગ્‍યાથી પોસ્‍ટલ બેલેટો છપાશે

આજે બપોરે રાા વાગ્‍યે મળતા રીપોર્ટ મુજબ હાલ રાજકોટની ૬૮-૬૯-૭૦-૭૧ એમ ૪ બેઠકો ઉપર ૭૪ ઉમેદવારો મેદાનમાં રહ્યા છેઃ ૬ અપક્ષે ફોર્મ પાછા ખેચ્‍યા છેઃ ૬૮-રાજકોટ બેઠક પરથી ર તથા ૬૯-રાજકોટમાં-૧, તો ૭૧ રાજકોટ બેઠક પરથી ૩ અપક્ષે ફોર્મ પરત ખેંચ્‍યા છેઃ બપોરે ૩ સુધી પાછા ખેંચી શકાશેઃ બાદમાં ૩ાા વાગ્‍યાથી માન્‍ય રાજકીય પક્ષો અને અપક્ષોને ચૂંટણી ચિન્‍હો અપાશેઃ સાંજે પ વાગ્‍યાથી સરકારી પ્રેસમાં રાજકોટની ૮ સહિત ૮ જીલ્લાની બેઠકોના પોસ્‍ટલ બેલેટ પેપરો છપાશે આખી રાત કામગીરી ચાલશે

(3:33 pm IST)