Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વિકાસ માત્ર વાતોમાં... મોટા તાયફાઓનું જોર : મનસુખ કાલરીયા

રાજકોટ-૬૯ની હાઇપ્રોફાઇલ બેઠકમાં ઉલ્‍ટફેર નક્કી : પ્રચંડ જીતનો વિશ્વાસ વ્‍યકત કરી કોંગી ઉમેદવારના ભાજપ ઉપર ચાબખા : ૧૫૦ ફુટ રીંગ રોડ પર BRTS રૂટ અને કેકેવી અને મવડી ચોકડી પરના ઓવરબ્રિજ જવાહરલાલ નેહરૂ અર્બન ડેવલપમેન્‍ટના ગ્રાન્‍ટમાંથી થયેલ : ગુજરાતને એમ્‍સ મનમોહનસિંહની સરકારના બજેટમાં સામેલ કરાયેલ : રાજકોટ પヘમિ બેઠકના અનેક વિસ્‍તારમાં ચોમાસામાં પાણી ભરાયાની સમસ્‍યા યથાવત : શાસકોની નિષ્‍ક્રીયતાની પોલ છતી કરતા કોંગી ઉમેદવાર

ઉપરોકત તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કોંગ્રેસના રાજકોટ-૬૯ (પヘમિ)ના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયા તેમજ પ્રદેશ કોંગી આગેવાન ડો. હેમાંગ વસાવડા, અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, રૂદ્રદત્ત રાવલ સહિતના નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્‍ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌથી હાઇપ્રોફાઇલ બેઠક રાજકોટ-૬૯ (પヘમિ) માનવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર કડવા પાટીદાર અને મનપાના વિપક્ષના ઉપનેતા મનસુખ કાલરીયાને તક આપી છે. આજે સવારે રાજકોટ પヘમિના કોંગી ઉમેદવાર મનસુખભાઇ કાલરીયા સહિતના આગેવાનો ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા અને આ બેઠક પર આગામી ચુંટણીમાં ઉલ્‍ટ ફેર નક્કી હોવાનો દૃઢ વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

રાજકોટ-૬૯ (પヘમિ)ના કોંગ્રેસના ઉમેદવારનુ઼ પરંપરાગત ફુલહારથી સ્‍વાગત ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે આવેલ રાજકોટ પヘમિના કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયા તથા કોંગી આગેવાનો ડો. હેમાંગ વસાવડા, અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણી તથા રૂદ્રદત્ત રાવલે જણાવ્‍યું હતું કે, ભાજપના શાસનમાં માત્ર વિકાસની વાતો કરી મોટા તાયફાઓ થાય છે. રોડ, રસ્‍તાઓના કામમાં મોટી ઓન ચુકવી ભ્રષ્‍ટાચારનો આક્ષેપ કર્યો હતો અને સાથોસાથ કામો નબળા થતા હોવાનું જણાવાયું હતું. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ રૂટ પરના બ્રિજ જવાહરલાલ નહેરૂ અર્બન ડેવલપમેન્‍ટની ગ્રાન્‍ટમાંથી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાતને એમ્‍સ મનમોહનસિંહની સરકારના બજેટમાં સમાવેશ કરાયો હતો. આમ વિકાસના કામોના પાયા કોંગ્રેસની સરકારમાં થયેલ છે.

વધુમાં કોંગીના ઉમેદવારો અને આગેવાનોએ જણાવ્‍યું હતું કે, રાજકોટ-૬૯ના બાલમુકુંદ, સત્‍યસાંઇ હોસ્‍પિટલ રોડ, રૈયા રોડ પર નહેરૂનગર, અમૃતા સોસાયટી, પાટીદાર ચોક સહિતના વિસ્‍તારોમાં શાસકોની નિષ્‍ક્રીયતાથી ચોમાસામાં કાયમી પાણી ભરવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મનસુખભાઈ કાલરીયાએ વધુમાં જણાવેલ કે ભાજપ સરકાર દ્વારા વિકાસના નામે માત્ર તાયફાઓ જ થાય છે. રાજકોટ શહેરમાં ભાજપનું શાસન છે આમ છતાં રોડ રસ્‍તાઓની હાલત ભંગાર છે. સામાન્‍ય વરસાદમાં પણ રસ્‍તાઓ ઉપર નદી વહેતી જોવા મળે છે. ૨૪ કલાક પાણી આપવાની વાતો થાય છે. પાણીના ટાંકાઓમાં રીપેરીંગના બહાના બતાવી પાણીકાપ ઝીંકવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવેલ કે શહેરમાં જે અર્બન ડેવલપમેન્‍ટના નામે કેન્‍દ્ર સરકારમાંથી જે ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. બ્રીજની યોજનાઓ કોંગ્રેસની સરકારના શાસનની છે. આ ઉપરાંત રાજકોટમાં એઈમ્‍સની યોજનાને મનમોહનસિંઘજીની સરકારમાં મંજૂરી આપવામાં આવી હતી. 

લોકો સાથે અમે સીધા જ સંપર્કમાં છીએ. નાગરીકોના નાનામાં નાના પ્રશ્નો ઉકેલવામાં અમે મદદરૂપ બનીએ છીએ. જયારે સતાપક્ષના ઉમેદવારો હાઈપ્રોફાઈલના છે. આવા લોકોને સામાન્‍ય નાગરીક સાથે કંઈ લેવા દેવા નથી.

રાજકોટ મહાનગરપાલિકાની ગત ટર્મમાં વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર તથા વિપક્ષ ઉપનેતા તરીકે મનસુખભાઈએ વિસ્‍તારમાં પાણી, સફાઈ, ટીપરવેન, ડ્રેનેજ, લાઈટ, રોડ રસ્‍તા, આરોગ્‍ય વગેરેના પ્રશ્નોનો ઉકેલ તથા કોર્પોરેટર તરીકેની ગ્રાન્‍ટમાંથી બાકડા, ટ્રી ગાર્ડ, વૃક્ષારોપણ, પેવીંગ બ્‍લોક, સ્‍ટ્રીટ લાઈટ, મેટલ રોડ જેવા લોક ઉપયોગી વિકાસ કામો કરેલ છે. ઉપરાંત કોર્પોરેટર તરીકેના સતાધિકારમાં આવતા આવકના દાખલા, ઓળખ - રહેણાંકના દાખલા, મરણના દાખલા, આધારકાર્ડ, અમૃતમ કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ માટે જરૂરી આધારોમાં સહી સિક્કા કરવા સહિતની સેવાઓ દિવસ રાત કરતા વણ ઉકેલ્‍યા પ્રશ્નો વિલંબીત યોજનાઓ, અધુરા વિકાસ કામો, નાગરીકોને થતા અન્‍યાય સામે ઉપવાસ આંદોલન, ઉગ્ર દેખાવો, મનપાની સભામાં મુદાસર રજૂઆતો કરીને ધરપકડો વહોરી પોલીસ સ્‍ટેશનમાં રાતો વિતાવેલ છે. હેલ્‍મેટ અને ટ્રાફીક મેમોના અન્‍યાય કરતા નિયમો વિરૂદ્ધ સતત ઝુંબેશ ચલાવે છે.

 

રાષ્‍ટ્રપ્રેમી જવાનના પિતાશ્રી મનસુખભાઈનો પરિચય

રાજકોટ : વિદ્યાર્થીકાળથી જ આગેવાનીમાં ગુણો એ મનસુખભાઈને મળેલ કુદરતી બક્ષીસ છે. વિદ્યાર્થી કાળમાં હોસ્‍ટેલ, કોલેજના જી.એસ. તરીકે જાહેર જીવનની શરૂઆત કરનાર મનસુખભાઈએ બી.એસ.સી. (મેથ્‍સ)નો અભ્‍યાસ પૂર્ણ કરી જીપીએસસી કલાસ ૨ની પરીક્ષા પાસ કરેલ છે. રમત - ગમત, વાંચન - લેખન, વકતૃત્‍વ, કલા, સાહિત્‍ય ક્ષેત્રે ઉંડો રસ ધરાવે છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાર્વજનિક મહાજન મંડળ, તાલુકા સંકટ નિવારણ ટ્રસ્‍ટ, પટેલ સમાજ, કૃષિ સહકારી મંડળી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત - પ્રૌઢ, શિક્ષણ સમિતિ, ગુજરાત રાજય શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક તથા રમત - ગમત યુવા બોર્ડ વગેરેમાં સભ્‍ય, ટ્રસ્‍ટી, ચેરમેન, ઉપપ્રમુખ, પ્રમુખ જેવા હોદ્દાઓ ઉપર સેવા આપેલ છે. કોંગ્રેસ પક્ષે પણ મનસુખભાઈની મહેનત અને આવડત ધ્‍યાને લઈ જામનગર જીલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી, જીલ્લા મહામંત્રી, જીલ્લા પ્રમુખ, પ્રદેશ ડેલીગેટ, રાજકોટ જીલ્લા મહામંત્રી, શહેર મહામંત્રી તથા પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા તરીકે કચ્‍છ - સૌરાષ્‍ટ્રની જવાબદારી સોંપેલ.

મનસુખભાઈ તથા નીતાબેનના એકના એક સંતાન એવા ડો.પાર્થિક ભારતીય સેનામાં જોડાઈને નાની વયના કેપ્‍ટન તરીકે લેહ - લદાખ, પુલવામા, ઉરી, સોનમર્ગ, સીઆચીન સહિતના અતિ જોખમી અને સંવેદનશીલ સરહદી વિસ્‍તારોમાં ફરજ બજાવેલ છે. હાલ સેનામાં યુવા વયના મેજર તરીકે જવાબદારી સંભાળે છે.

મનસુખભાઈ તથા નીતાબેન રાજકીય ઉપરાંત દર વર્ષે વડીલ વંદના, બેટી સન્‍માન, મહિલા સંમેલન, જનતા ધ્‍વજ વંદન અને સામાજીક અને રાષ્‍ટ્રીયતાને ઉજાગર કરતા બીન રાજકીય કાર્યક્રમો સતત કરતા રહે છે. જેના કારણે વિસ્‍તારમાં સારી એવી ઓળખ અને લોક ચાહના ધરાવે છે.

(4:12 pm IST)