Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કલેકટરની સ્‍ટેટીક ટીમે ૪૦ લાખ કબજે લીધા

ગઇ કાલે રાત્રે ૭ લાખ ઝડપાયા હતા : ગોંડલ રોડ પર કારખાનેદાર પોતાની ગાડીમાં લઇને નીકળ્‍યા અને ઝપટે ચડી ગયાઃ ઇન્‍કમ ટેક્ષની ટીમ પહોચી...

સ્‍ટેટીક ટીમે ૪૦ લાખ ઝડપી લીધા :રાજકોટઃ નિયમો મુજબ આજે ચેકીંગ દરમ્‍યાન ચેક કરતા ૪૦ લાખ ઝડપી લીધા રાજકોટ કલેકટરની સ્‍ટેટીક ટીમે ચૂંટણી પંચના ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાસે ફોરર્ચ્‍યુન કાર હતી તે નજરે પડે છે સ્‍ટેટીક ટીમ-પોલીસ- કમાન્‍ડો-ફોર્સ -અધિકારીઓ- કાર અને નીચે વેપારીની પૂછપરછ  કરતા અધિકારીઓ જણાય છે.... (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૭: રાજકોટ શહેર જીલ્લામાં વિધાનસભાની બેઠક ચૂંટણી હોય, કલેકટર દ્વારા ઢગલાબંધ સ્‍ટેટીક ટીમ ફલાંઇગ સ્‍કવોડ વિગેરે મેદાનમાં ઉતારી છે. રાઉન્‍ડ ધ કલોક ચેકીંગ ચાલુ છે.

દરમ્‍યાન દક્ષિણ -૭૦ રાજકોટ વિસ્‍તારમાં પ્રાંત -૧ માં ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્‍ટેટીક ટીમ ચેકીંગમાં હતી ત્‍યારે સવારના સમયે ગોંડલ રોડ પીડીએમ પાસે એક ફોરચ્‍યુન કાર નંબર જી.જે.૦૩-કે.એચ.૦૨૦૭ નીકળતા તેનું સ્‍ટેટીક ટીમ-પોલીસે ચેકીંગ હાથ ધરતા તેમાંથી ૪૦ લાખ રૂપિયા નીકળી પડયા હતા, આ નાણા એક કારખાનેદાર મોહનભાઇ નાથાભાઇ ફળદુ લઇને નીકળ્‍યા હતા, તેમણે કોઇ આધાર પૂરાવા રજૂ નહી કરતા  ચેકીંગ ટીમે કબજે લઇ ઇન્‍કમ ટેક્ષ તંત્રનેજાણ કરતા. ટીમ પહોંચી છે, અને વિસ્‍તૃત તપાસ હાથ ધરી છે. દરમ્‍યાન કલેકટરે ‘‘અકિલા'' ને જણાવેલ કેઆ ૪૦ લાખ અંગે હવે  ઇન્‍કમટેક્ષ તમામ તપાસ કરશે, તેમણે ઉમેર્યુ હતુ કે ગઇ કાલે રાત્રે પણ ૭ લાખની રોકડ પકડાઇ છે.તે અંગે હાલ તપાસ ચાલુ છે.

(3:36 pm IST)