Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ડો.દર્શિતાબેને મહાદેવની પૂજા કરી લોકસંપર્કનો કર્યો પ્રારંભ

રાજકોટઃ રાજકોટ વિધાનસભા ૬૯ બેઠકના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે તેમના મતદાર વિસ્‍તાર પૈકીના વોર્ડ નં.૧ ના જુદા-જુદા વિસ્‍તારોમાં વ્‍યાપક લોક સંપર્ક કર્યો હતો.

આ લોકસંપર્કમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, ભાજપના વોર્ડ નં. ૧ના હોદેદારોમાં દિલીપભાઈ પટેલ, હિતેશભાઈ મારૂ, કાનાભાઈ ખાણધર, જયરાજસિંહ જાડેજા, કોર્પોરેટરો દુર્ગાબા જાડેજા, ડો. અલ્‍પેશભાઈ મોરઝરીયા, હિરેનભાઈ ખીમાણીયા વિગેરે જોડાયા હતા.

ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહે સૌ પ્રથમ ગંગેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરીને પ્રારંભ કર્યો હતો. ડો. દર્શિતાબેનને તેમના લોકસંપર્ક દરમિયાન વડીલોના આશીર્વાદ મેળવ્‍યા હતા અને બહેનો દ્વારા તેઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્‍યા હતા અને પ્રચંડ લીડ સાથે વિજયની ખાતરી આપી હતી.

વોર્ડ નં.૧ના ગાંધીગ્રામ, ગૌતમનગર મેઇન રોડ, લાખના બંગલાવાળો રોડ, સહિતના વિસ્‍તારનો ડોર-ટુ-ડોર વ્‍યક્‍તિગત સંપર્ક અને વ્‍યાપક લોકસંપર્ક કરવામાં આવ્‍યો હતો.

(4:42 pm IST)