Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

એમ.સી.એમ.સી. કંટ્રોલ રૂમનું ચેકીંગ કરતા જનરલ ઓબ્‍ઝર્વર્સ

રાજકોટઃ વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ના અનુસંધાને કલેકટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ એમ.સી.એમ.સી.ના કંટ્રોલરૂમની જનરલ ઓબ્‍ઝર્વર્સે મુલાકાત લીધી હતી. ચૂંટણી લડતા રાજકોટ જિલ્લાના  ઉમેદવારો તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરાતી પ્રચાર પ્રસારની કામગીરી પર દેખરેખ તથા પેઈડ ન્‍યુઝ સંબંધી કામગીરીથી જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્‍ટરશ્રી અરુણ મહેશ બાબુએ તમામ ઓબ્‍ઝર્વર્સને વાકેફ કર્યા હતા. રાજય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતા ૪૫ દિવ્‍યાંગો દ્વારા ત્રણ શિફટમાં ૨૪×૭ પેઈડ ન્‍યુઝ સંબંધિત ઇલેક્‍ટ્રોનિક મીડિયામાં આવતી જાહેરખબરોનું કંટ્રોલ રૂમ ખાતે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.  એમ.સી.એમ.સી.ની કામગીરી બાબતે તમામ ઓબ્‍ઝર્વર્સ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો. તમામ અધિકારીશ્રીઓએ  C-Vigil એપ અને ફરિયાદ નિવારણ સેલની પણ મુલાકાત લીધી હતી અને  જરૂરી સૂચનો આપ્‍યા હતા. આ તકે રાજકોટ જિલ્લાની વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્‍ઝર્વર સર્વશ્રી શ્રીમતી નીલમ મીણા, શ્રી સુશીલકુમાર પટેલ, સુશ્રી પ્રીતિ ગેહલોત  શ્રી મિથીલેશ મિશ્રા, અધિક  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચર,  નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર, એમ.સી.એમ.સી.ના સભ્‍ય સચિવ શ્રીમતી સોનલ જોષીપુરા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:41 am IST)