Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાજકોટ તાલુકાના હોડથલી ગામે વૃધ્‍ધ ઉપર કાર ચલાવી હત્‍યા કરવા અંગે પકડાયેલ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

અદાલતે અપરાધ મનુષ્‍ય વધની કલમ ૩૦૪ - પાર્ટ (ર) હેઠળ આરોપીને તકસીરવાન ઠરાવી સજા સાથે દંડ પણ ફટકાર્યોઃ સરકારી વકીલ બિનલબેન રવેશીયાની સફળ રજુઆત બાદ અધિક સેસન્‍સ જજ બી.ડી.પટેલે આપેલ ચુકાદો

બિનલબેન રવેશીયા -  સરકારી વકીલ

રાજકોટ, તા.૧૮: રાજકોટ તાલુકાના હોડથલી ગામે પાંચાભાઇ જાદવ ઉપર ર્સ્‍કોપીયો ગાડી ચલાવી તેમને મારકૂટ કરી. જાતિ પ્રત્‍યે હડધુત કરી હત્‍યા કરવા અંગે પકડાયેલ આરોપી - આશીષ મનસુખ તોગડીયા સામેનો કેસ ચાલી જતા અધિ સેસન્‍સ જજશ્રી બી.ડી.પટેલ આરોપીને અપરાધી મનુષ્‍ય વધ હેઠળની કલમ ૩૦૪ પાર્ટી (ર) હેઠળ તકસીરવાન ઠરાવીને પાંચ વર્ષની () કૈદની સજા અને રૂા.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

આ બનાવ અંગે હોડથલી ગામે રહેતા રાજેન્‍દ્રભાઇ ઉર્ફે કાળુભાઇ પાંચાભાઇ જાદવે પોતાના પિતાની હત્‍યા કર્યાની આરોપી સામે તા.૧૫-૧૧-૧૬ના રોજ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કામના ફરીયાદી આ કામના સાહેદ દિનેશભાઇની દુકાને સોડા પી ફાકી લઇ ઉભા હતા આ વખતે આરોપી આશીષભાઇ તોગડીયાએ ફરીયાદીને ઘરે જવાનું કહી ગાળો દેવા લાગતા ફરી એ ગાળો દેવાની ના પાડી ઘરે જતા હતા તે  વખતે ફરીયાદીને આરોપી આશીષે પાછો બોલાવી કાથલો પકડી હાથમાં પત્‍થર પકડી માથામાં મારતા ઇજા થતા ફરીયાદી પોતાના ઘરે જતા હતા.

આ વખતે મરણ-જનાર ફરી.નાં પિતાશ્રી પાંચાભાઇ પુજાભાઇ જાદવ (મરણજનાર) સામા મળતા ફરી એ તેને બનાવની વાત કરતા ફરી. તથા પાંચાભાઇ આરોપીને ઠપકો દેવા સારૂ જતા હતા ત્‍યારે આરોપીએ ફરી. સાથે જે બનાવ બનેલ હતો તેનો ખાર રાખી પોતે પોતાની પાસેની ર્સ્‍કોપીયો કાર નં.(GJ-12-CJ) ની આરોપીએ ફરી.ના બાપુજી પાંચાભાઇ ઉપર ચડાવી કચડી નાખી રોડ પર ઢસડી શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી પાંચાભાઇનું મોત નીપજાવી ફરીને માથામાં ઇજા કરી પોતાની ર્સ્‍કોપીયો કાર ચલાવી નાસી જઇ ફરીયાદીને ગાળો આપી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરેલ હતાં.

આ કામે સરકાર તરફે સાહેદોને તપાસવામાં આવેલ છે. ફરીયાદી કોર્ટમાં ફરીયાદ મુજબ જુબાની આપે છે. ફરીયાદી બનાવને નજરે જોનાર સાહેદ છે અને તેની આરોપીએ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનજનક શબ્‍દો કરેલ તે પણ જુબાનીમાં જણાવે છે ફરીયાદી પોતે પણ ઇજા પામનારા સાહેદ છે. તેઓ કોર્ટ રૂબરૂ મુદામાલ અને આરોપીને ઓળખી બતાવે છે. તેમજ બનાવની જગ્‍યા પર જઇ () અધિકારીએ ચકાસણી કરતા ત્‍યાં ર્સ્‍કોપીયો વાહન હતુ ગાડીનાં કાચ તુટેલા હતા અને બંને સાઇડ માર મારી () હતી. તેઓની જુબાની તહોમતનામાને પુરવાર કરે છે ડોટકરશ્રીની જુબાની પરથી પર મરણજનારને જે જે જગ્‍યા પર ઇજાઓ હતી તે ()સગવાથી થઇ શકે તેવી હતી તેવી દલીલો કરવામાં આવી હતી.

સરકારી વકીલ બિનલબેન રવેશીતાની ઉપરોકત રજુઆત તેમજ કેસની હકીકતો - પુરાવાને ધ્‍યાને લઇને અધિક સેસન્‍સ જજશ્રી બી.ડી.પટેલે આરોપીને અપરાધ મનુષ્‍યવધની કલમ ૩૦૪ () હેઠળ તકસીરવાન ઠરાવીને પાંચ વષૃની સજા તેમજ રૂા.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

(11:19 am IST)