Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાતીદેવળીમાં વિનોદને કાળુએ ત્રણ માથામાં કડાના ઘા માર્યા

ત્રણ વર્ષ જુનુ મનદુઃખ કારણભુતઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૮: વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતાં અને છુટક મજૂરી કરતાં વિનોદ નારણભાઇ વોરા (ઉ.વ.૩૮)ને તેના જ ગામના ભરત ઉર્ફ કાળુએ ઝઘડો કરી હાથમાં પહેરવાના કડાથી માથામાં બે ત્રણ ઘા મારી દેતાંગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

વિનોદના કહેવા મુજબ ત્રણ વર્ષ પહેલા નજીવી વાતે કાળુ સાથે બોલાચાલી થઇ હતી. ગઇકાલે તે દારૂ પી ગયો હોઇ જુની વાત ફરીથી યાદ કરી ઝઘડો કરી હુમલો કરી ભાગી ગયો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:23 am IST)