Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પારડી પાસે અકસ્માતમાં ઘવાયેલા કાંગશીયાળીના નરેન્દ્રભાઇનું મોત

પંદર દિવસ પહેલા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો'તોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ,તા. ૧૮ : કોટડાસાંગાણીના પારડી ગામ પાસે પંદર દિવસ પહેલા બાઇક સ્લીપ થતા ઘવાયેલા યુવાનનું રાજકોટની હોસ્પિટલામં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ કાંગશીયાળી ગામમાં કલ્પવન સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ મગનભાઇ કણસાગરા (ઉવ.૪૦) ગત તા. ૪ના રોજ પોતાનું મોટર સાયકલ લઇને જતા હતા. ત્યારે પારડી ગામ પાસે મોટર સાયકલ સ્લીપ થતા નરેન્દ્રભાઇને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું મોડી રાત્રે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે શાપર વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. મુકેશભાઇએ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)