Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દેશમાં રાષ્‍ટ્રવાદની વિચારધારા ધરાવનાર ભાજપના એક કાર્યકર્તા હોવાનું મને ગર્વ છેઃ ઉદય કાનગડ

મારા કરતા પણ વધુ મતોથી ઉદય કાનગડને જીતાડજોઃ અરવિંદ રૈયાણી

રાજકોટઃ રાજકોટ વિધાનસભા-૬૮ બેઠકના ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડના મત વિસ્‍તારમાં આવેલા વોર્ડ નં. ૬ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન  પ્રસંગે રાજ્‍યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા નબળા વર્ગના ઉત્‍કર્ષ માટે વિવિધ ગરીબ કલ્‍યાણલક્ષી યોજનાઓ અમલીકરણ કરવામાં આવે છે. તેમણે આ તકે કેન્‍દ્ર-રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મુદ્રા યોજના, જનધન યોજના, ખેડૂતના ઉત્‍કર્ષ માટે કિસાન સન્‍માન નિધિ યોજના, નર્મદા યોજના, સૌની યોજના વગેરેની જાણકારી આપી હતી. અરવિંદભાઈ રૈયાણીએ મારા કરતા પણ વધુ મતોથી ઉદયભાઈ કાનગડને ચૂંટી કાઢવા મતદારોને અપીલ કરી હતી.

ભાજપ ઉમેદવાર ઉદયભાઈ કાનગડે જણાવ્‍યું હું કે, અમે સાંસ્‍કળતિક રાષ્‍ટ્રવાદને માનવાવાળા લોકો છીએ. દેશમાં રાષ્‍ટ્રવાદની વિચારધારા ધરાવનાર ભાજપના એક કાર્યકર્તા હોવાનું મને ગર્વ છે. ભાજપે વિકાસની એક નવી કેડી કંડારેલી છે. ભાજપ અને વિકાસ બંને એક બીજાના પર્યાય બની ગયેલા છે. તેમણે આ તકે ભાજપના નેતળત્‍વની રાજ્‍ય સરકાર દ્વારા છેલ્લા ૨૭ વર્ષમાં રાજ્‍યમાં હાથ ધરાયેલા વિકાસકામોનો ઉલ્લેખ કરી જણાવ્‍યું કે અસામાજિક પ્રવળતિને સંપૂર્ણ અંકુશમાં લેવામાં આવેલી છે. નર્મદા યોજનાના નીર થકી રાજકોટના આજી ડેમ સહિત સૌરાષ્‍ટ્રના ૧૧૫ ડેમોને ભરવામાં આવ્‍યા છે. રાજકોટની સમજુ જનતાએ હંમેશા ભાજપને સમર્થન આપ્‍યું છે અને આગળ પણ આપતી રહેશે.

વોર્ડ નં. ૬ ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે વિધાનસભા બેઠકના ઈન્‍ચાર્જ કિશોરભાઈ રાઠોડે અને ગોરધનભાઈ કાપડીયાએ ચૂંટણીલક્ષી કાર્ય માટે જરુરી માર્ગદર્શન આપ્‍યું હતું. આ તકે રાજ્‍યમંત્રી અને ધારાસભ્‍ય અરવિંદભાઈ રૈયાણી, વિધાનસભા બેઠકના ઇન્‍ચાર્જ કિશોરભાઈ રાઠોડ, ગોરધનભાઈ કાપડીયા, વોર્ડના ભાજપના હોદેદારો રમેશભાઈ પરમાર, ઘનશ્‍યામભાઈ કુંગશીયા, દુષ્‍યંત સંપટ, વિરમભાઈ રબારી, કોર્પોરેટરો ભાવેશભાઈ દેથરીયા, પરેશભાઈ પીપળીયા, મંજુબેન કુંગશીયા, દેવુબેન, સંગઠનના હોદેદારો, પ્રતિષ્ઠિત નાગરિકો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા

(3:43 pm IST)