Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દરેક લોકોના દિલમાં કમળ જ છેઃ હરિભાઇ પટેલ

રાજકોટ પડ્ઢિમ વિધાનસભા ૬૯ઍ ભાજપની પરંપરાગત બેઠક છેઃ કમલેશ મીરાણી

રાજકોટ પશ્ચિમ વિધાનસભા ૬૯એ ભાજપની પરંપરાગત બેઠક છેઃ કમલેશ મીરાણી

રાજકોટ તા.૧૮: પશ્ચિમ વિધાનસભા–૬૯ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહના વિરલ વ્યકિતત્વથી આ વિસ્તારની  જનતા જાણે સંમોહિત થઇ હોય તેમ ચૂંટણી પ્રચારના પ્રારંભથી જ તેમને પ્રચંડ જનસમર્થન મળી રહયુ છે. ડો.દર્શિતાબેનના વોર્ડ નં.૯ના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરતા શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યુ હતું કે, રાજકોટ પશ્ચિમ વિધાનસભા–૬૯એ ભાજપની પરંપરાગત બેઠક છે. અહીંથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી અને પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા જેવા દિગ્ગજોને પ્રતિનિધિત્વ કરીને આ વિસ્તારને વિકાસની ટોચ પર પહોંચાડયો છે.

આ તકે પૂર્વ સાંસદ હરિભાઇ પટેલે જણાવ્યુ હતું કે, સમગ્ર રાજકોટ પશ્ચિમ મત વિસ્તારમાં ઘર ઘર અને દરેક શેરી મહોલ્લાઓમાં કમળ–કમળ અને કમળનું જ સામ્રાજય છે અને દરેક લોકોના દિલમાં કમળ છે. રાજકોટની દશેય દિશાઓમાં જયાં જયા નજરે પડે ત્યા ત્યા કમળ..કમળ.. અને કમળ.. જ નજરે ચઢે છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપનો જંગી બહુમતીથી વિજય સુનિશ્ચિત છે તેવું પૂર્વ સાંસદ હરિભાઇ પટેલે જણાવ્યુ હતું. શરૃઆતથી જ ભાજપના યશસ્વી ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહનું પ્રચાર કાર્ય તેજ ગતિથી આગળ વધી રહયુ છે. ત્યારે તેમના વધુ એક ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂજારા ટેલિકોમના સંચાલક યોગેશભાઇ પૂજારા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઇ પૂજારા, સ્થાયી સમિતિના ચેરમેન પુષ્કરભાઇ પૂજારા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઇ પૂજારા,  સ્થાયી સમિતિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ ઇન્ચાર્જ ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, બોર્ડના હોદેદારો પ્રદિપભાઇ નિર્મળ, હિરેન સાપરીયા, વિરેન્દ્રભાઇ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, વોર્ડના વિવિધ મોરચાના હોદેદારોમાં મનીષાબેન માકડીયા, દેવભાઇ ગજેરા, પ્રદિપભાઇ ધાધલ, સંગઠનના હોદેદારો, કાર્યકરો અને આ વિસ્તારમાં નાગરિક ભાઇઓ–બહેનો વગેરે ઉપસ્થિત રહયા હતા

(3:45 pm IST)