Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રેલ્વે કર્મચારીના વાહન અકસ્માત મૃત્યુના કેસમાં ૭૦ લાખનું જંગી વળતર મંજુર

રાજકોટ, તા., ૧૮: જેતપુર પાસે થયેલ રેલ્વે કર્મચારીનાં વાહન અકસ્માત મૃત્યુનાં કેસમાં બનાવના માત્ર ૯ માસમાં ૭૦,૦૦,૦૦૦  લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવેલ હતું.

આ અંગેની વિગત એવી છે કે અમરેલી પંથકના કુકાવાવ તાલુકાના મોટી કુકાવાવ ગામે રહેતા રાજેશભાઇ મેઘજીભાઇ ડાભી, ઉ.વ.૩૪ વાળા મોટી કુકાવાવ ગામે રેલ્વે ડીપાર્ટમેન્ટમાં એન્જીનીરીંગ વિભાગમાં ટ્રોલીમેન તરીકે નોકરી કરતા હતા અને માસીક રૃા. ૩૪,૦૦૦ પગારદાર હતા. જેમાં ગત તા.૧૭-ર-૨૦૨૨ના રોજ જેતપુર-અમરનગર રોડ ઉપર જતા હતા ત્યારે કાર  નં. જીજે ૧૮ બીડી ૮૧૧૭નાં ચાલકે હડફેટે લેતા રાજેશભાઇ મેઘજીભાઇ ડાભીનું મૃત્યુ થયેલ હતું.

આ કામે ગુજ. રાજેશભાઇ રેલ્વે ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય અને સારી રીતે આવક ધરાવતા હોય પોતાના કુટુંબનો આધાર તેમજ મેઇન વ્યકિત હોય તેથી તેમના વારસદારોએ રાજકોટની કોર્ટમાં તેમના વકીલશ્રી રવીન્દ્ર ડી.ગોહેલ તથાા શ્ફામ જે. ગોહીલ મારફત ઉપરોકત કારની વીમા કંપની ગો ડીજીટ જનરલ ઇન્સ્યોરન્સ કાુ. લી. સામે જંગી વળતર મેળવવા કલેઇમ દાખલ કરેલ.

આ અંગે ગત તા.૧ર-૧૧-ર૦રરના રોજ રાજકોટ ખાતે યોજાયેલ મેગા લોક અદાલતમાં ઉપરોકત કલેઇમ કેસમાં ગુજરનારની આવક ધ્યાને લઇ અને ખાસ તો તેમાં પ્રોસ્પેકટીવ આવક  (ભ્ય્બ્લ્ભ્ચ્ઘ્વ્ત્સ્ચ્ ત્ફઘ્બ્પ્ચ્)  (ભવિષ્યની આવકનો વધારો) ની ગણતરી કરી ગુજરનારના કેસમાં બનાવના માત્ર ૯ માસમાં જંગી વળતર મંજુર કરાવેલ.

ઉપરોકત કલેઇમ કેસોમાં રાજકોટના અકસ્માત વળતર અંગેના કલેઇમ કેસોના જાણીતા એડવોકેટ શ્રી રવિન્દ્ર ડી.ગોહેલ, શ્યામ જે.ગોહીલ, હિરેન જે. ગોહીલ, મૃદુલા એસ. ગોહીલ તથા આસીસ્ટન્ટ તરીકે ખુબ સારી મહેનત કરનાર દિનેશ ડી.ગોહેલ, દિવ્યેશ કણઝારીયા, કિશન ડી.મારૃ તથા જતીન ગોહેલ રોકાયેલ હતા.

(3:48 pm IST)