Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાવનગર રોડ પરથી ચોરાઉ રીક્ષા અને બે મોબાઇલ ફોન સાથે બે શખ્‍સો પકડાયા

ડીસીપી ઝોન-૧ની એલસીબીએ ઇરફાન અને શબ્‍બીરશાને દબોચ્‍યા

રાજકોટ,તા. ૧૮ : શહેરના ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે ડીસીપી ઝોન-૧ની એલસીબીની ટીમે બાતમીના આધારે બે શખ્‍સોને ચોરાઉ રીક્ષા અને બે મોબાઇલ ફોન સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર બે શખ્‍સો ચોરાઉ રીક્ષા લઇને નિકળ્‍યા હોવાની ડીસીપી ઝોન-૧ની એલસીબીના કોન્‍સ. રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળતા ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસેથી દૂધસાગર રોડ લાખાજીરાજ સોસાયટી શેરી નં. ૧ના ઇરફાન સુલતાનભાઇ ખોખર (ઉવ.૪૨) અને ગોંડલ ફુલવાડી કોમ્‍પ્‍લેક્ષ શાહમદાર (ઉવ.૨૦)ને ચોરાઉ રીક્ષા અને બે મોબાઇલ મળી રૂા. ૨૪,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી પી.એસ.આઇ બી.વી.બોરીસાગર, એ.એસ.આઇ આર.એચ.કોડીયાતર, હેડ કોન્‍સ. વિજેન્‍દ્રસિંહ, ધર્મરાજસિંહ, કોન્‍સ. જીતુભાઇ, હિતેશભાઇ, રવિરાજભાઇ, દિવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:49 pm IST)