Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કુવાડવા પાસે ગોડાઉનમાંથી રૂા. ૧૦.૯૨ લાખની સોપારી ચોરીના ગુનામાં ફરાર ભાવનગરનો ગુલામ ફરીદ પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલની ટીમની કામગીરી : હોસ્‍પિટલ ચોક ઓવરબ્રીજ નીચેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૧૮ : કુવાડવા નજીક આવેલા ગોડાઉનમાં અગીયાર મહિના પહેલા થયેલી રૂા. ૧૦,૯૨,૦૦૦ની સોપારી ચોરીના ગુનામાં નાસતા ફરતા ભાવનગરના શખ્‍સને ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે સિવિલ હોસ્‍પિટલ ચોક ઓવરબ્રીજ નીચેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા નજીક આવેલા એક ગોડાઉનમાં થયેલી રૂા. ૧૦.૯૨ લાખની સોપારી ચોરીના ગુનામાં નાસતો ફરતો શખ્‍સ સિવિલ હોસ્‍પિટલ પાસે હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. હરદેવસિંહ જાડેજા, કોન્‍સ. ક્રિપાલસિંહ ગોહિલને બાતમી મળતા પીઆઇ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર સહિતના સ્‍ટાફે ગુલામ ફરીદ મહંમદભાઇ બીલખીયા (ઉ.વ.૪૫) (રહે. ઘાંચીવાડા નવરંગ એપાર્ટમેન્‍ટ રૂમ નં. ૧૦, હાઇકોર્ટ રોડ, ભાવનગર) ને સિવિલ હોસ્‍પિટલ ચોક ઓવરબ્રીજ નીચેથી પકડી લીધો હતો. કુવાડવા નજીક આવેલા ગોડાઉનમાંથી ગત તા. ૨૯/૧ના રોજ રૂા. ૧૦.૯૨ લાખની ૩૬૪૦ કિલો સોપારીની ચોરી અંગે પંકજભાઇ લક્ષ્મીદાસભાઇ ગજેરા (રહે. સંતકબીર રોડ) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસે આ ગુનામાં અગાઉ ભાવનગરના પાંચ શખ્‍સોની ધરપકડ કરી હતી. આ કામગીરી પી.આઇ. બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર, એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ, હરદેવસિંહ, હેડ કોન્‍સ. હરેશગીરી, કોન્‍સ. રણજીતસિંહ, ક્રિપાલસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:50 pm IST)