Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

મવડી બાપાસિતારામ ચોક પાસેથી બાંધકામમાં વપરાતા મિલરની ચોરી કરનાર બે પકડાયા

તાલુકા પોલીસે અંકુર પાંભર અને સુભાષ ડાંગરને મવડી બાપાસીતારામ ચોક પાસેથી દબોચ્‍યા

રાજકોટ,તા. ૧૮ : શહેરના મવડી રોડ બાપાસીતારામ ચોક પાસેથી પાંચ દિવસ પહેલા થયેલી મીક્ષચર મશીનની ચોરી કરનાર બે શખ્‍સોને તાલુકા પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ઘરફોડ ચોરી તથા વાહનચોરીના ગુના શોધી કાઢવા માટે પોલીસ કમિશ્‍નર શ્રીરાજુ ભાર્ગવે સુચના આપતા તાલુકા પોલીસ મથકના પી.આઇ. એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.એન.મોરવાડીયા હેઠળ પી.એસ.આઇ વી.એન.મોરવાડીયા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે પાંચ દિવસ પહેલા મવડી રોડ, બાપાસીતારામ ચોક પાસેથી બાંધકામમાં ઉપયોગમાં લેવાતા મીક્ષચર મશીનની ચોરી કરનાર બે શખ્‍સો મવડી બાપા સીતારામ ચોક પાસે હોવાની એ.એસ.આઇ આર.બી.જાડેજા, હેડ કોન્‍સ. કિશનભાઇ પાંભર, હેડ કોન્‍સ. એ.બી.ભુંડીયાને બાતમી મળતા બાપા સીતારામ ચોક પાસેથી અંકુશ ધીરૂભાઇ પાંભર (રહે. ભકિતનગર) અને સુભાષ મેરામભાઇ ડાંગર (રહે. કોઠારિયા રીંગ રોડ)ને પકડી લઇ છકડો રિક્ષા, બાઇક, એક કેશરી કરલનું મીલર બુમાણી એન્‍જીનિયરીંગ નવા ગામ લખેલ અને એક પીળા કરલનું મીલર કબ્‍જે કર્યા હતા. બંનેની પુછપરછમાં એક મીલર પાંચ દિવસ પહેલા અને બીજુ મીલર પંદર દિવસ પહેલા આજીડેમ ખોખડદળ નદીના પુલ પાસેથી ચોરી કર્યાનછ કબુલાત આપી હતી. આ કામગીરી પી.એસ.આઇ વી.એન.મોરવાડીયા, એ.એસ.આઇ આર.બી.જાડેજા, જે.ડી.વાઘેલા, હેડ કોન્‍સ. કિશનભાઇ પાંભર, કુલદીપસિંહ, એ.બી.ભુંડીયા, જયદીપસિંહ ચુડાસમા, ધર્મરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(5:24 pm IST)