Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વાહન અકસ્‍માતના ૨૩ કેસોમાં ૬૯ લાખનું જંગી વળતર મંજૂર

રાજકોટ,તા. ૧૮ : અત્રે અકસ્‍માતમાં અવસાન પામનારના વારસદારોને તેમજ ઇજા પામનારને કલેઇમ ટ્રિબ્‍યુનલ રાજકોટમાં લોકઅદાલતમાં વળતર મળેલ હતું.

આ કામમાં રાજકોટના યુવા વકીલ મહેશભાઇ સિંધવ તથા તેમની સાથે જોડાયેલ સાકેતભાઇ મોરડીયાએ ગુજરનારના વારસાદારોને તેમજ ઇજા પામનારને ઝડપી વળતર તેમજ ન્‍યાય મળે તે માટે રાજકોટમાં સર્જાયેલ મેગા લોકઅદાલતમાં માત્ર ૨ થી ૪ માસમાં ૨૩ કેસો પૂર્ણ કરી અરજદારોને ૬૯ લાખનું વળતર અપાવેલ છે.જેના વળતરની રકમ ટ્રિબ્‍યુનલ રાજકોટમાં લોક અદાલતમાં બે થી ચાસ માસના ટૂંકાગાળામાં મંજૂર થયેલ હતું.

આમ આ કેસોમાં નામ. રાજકોટ ટ્રિબ્‍યુનલ તરફથી લોકઅદાલતમાં જંગી વળતરથી કેસ પૂરા કરવામાં આવેલ જે તમામ રકમ સામાવાળા વીમા કંપની તરફથી અરજદારોને ચુકવવામાં આવશે.

ઉપરોકત વળતરના કલેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના વકીલશ્રી મહેશભાઇ એમ.સિંધવ રોકાયેલ તથા તેમની સાથે સાકેતભાઇ મોરડીયા જોડાયેલ હતા.

(3:55 pm IST)