Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ઘરેલું હિંસાની પત્‍નિની ફરીયાદમાં પતિએ મંજૂર થયેલ ભાડાની રકમ નહિ ચૂકવતા ર૪૦ દિવસની સજા

રાજકોટ તા. ૧૮ :.. બરોડાના બેંક અધિકારીના પુત્રએ હુકમ મુજબની રકમ જમા ન કરાવતા કોર્ટે પતિને ર૪૦ દિવસની સજા ફટકારી હતી.

રાજકોટમાં માવતરે રહેતી ધર્મિષ્‍ઠા વા./ઓ. દર્પણ ચંદ્રેશસિંહ પરમાર એ તેમના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્‍ધ રાજકોટની ફોજદારી અદાલતમાં ડોમેસ્‍ટ્રીક વાયોલન્‍સ એકટ મુજબ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ ચાલી જતાં નામદાર કોર્ટે ભરણ પોષણની રકમ, ભાડાની રકમ, વળતરની રકમ તથાસ્ત્રીધન પરત સોંપી આપવાનો હુકમ કરેલ હતો.

આ હુકમનું પાલન સામાવાળા, પતિ દર્પણ ચંદ્રસિંહ પરમાર ઠે. બંગલા નં. ૧૬, સમીર પાર્ક, પુનમ કોમ્‍પ્‍લેક્ષની બાજુમાં,વાઘોડીયા રોડ, બરોડા કે જેઓ બરોડાના બેંક અધિકારીના પુત્ર થાય છે તેમજ કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયર છે.

કોર્ટના હુકમ મુજબ ભરણ પોષણની રકમ અમુક હપ્તે હપ્તે રકમ જમા કરાવેલ. તેમજ વળતરની રકમ જમા કરાવેલ. પરંતુ ભાડાની ચડત રકમ તથાસ્ત્રીધનની ચીજ વસ્‍તુઓ અમુક પરત ન આપતા કોર્ટમાં વસુલાત માટે દરખાસ્‍ત દાખલ કરેલ અને વકીલ દ્વારા હાજર રહેલ પરંતુ ભાડાની રકમ કદીપણ ભરેલ નહીં.

જેથી રકમ ન ભરતા કસૂર સબબ સામાવાળા પતિદેવને ર૪૦ દિવસની સાદી કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવેલ છે અને આ અંગે હુકમની બજવણી સબબ ફરતુ વોરંટ કાઢી આપતો હુકમ રાજકોટના જયુડી. મેજી. એસ. જે. પંચાલ ફરમાવેલ છે અને હુકમની બજવણી વડોદરાના સંબંધીત પો. સ્‍ટે. તથા અધિક્ષક દ્વારા બજવણી કરવા અંગેનો હુકમ ફરમાવેલ છે. જેની પ્રક્રિયા હાલ ચાલુ છે.

આ કામમાં અરજદાર ધર્મિષ્‍ઠાબેન વતી રાજકોટના જાણીતા સીનીયર ધારાશાષાી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન બી. ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા તથા હેતલબેન ભટ્ટ એડવોકેટ તરીકે રોકાયેલ છે.

(3:57 pm IST)