Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રૈયા રોડ બાપા સીતારામ ચોક પાસે આહિર યુવાનની હત્‍યાના કેસમાં આરોપીનો છૂટકારો

રાજકોટ,તા. ૧૮ : અત્રે આહીર યુવાનની હત્‍યાના પ્રયાસના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ છે.

આ બનાવનની વિગત એવી છે કે તા. ૩૧/૮/૨૦૧૪ના રાત્રીના કનુભાઇ ઉર્ફે કાનો નરસંગભાઇ ડાંગર નામના યુવાનને ઇદ્રીશ ઇલીયાસ અંસારી તેમજ યુનુસ ઇલીયાસ અંસારી સાથે મીરાનગરમાં બોલાચાલી થયેલ જેનો ખાર રાખી મોડી રાત્રે કનુભાઇ ઉર્ફે કાનો નરસંગભાઇ ડાંગરને બાપાસીતારામ ચોક રૈયા રોડ પાસે ઉભો હતો ત્‍યારે બંને આરોપીઓ રીક્ષામાં આવેલ અને કાનાને રીક્ષામાં બળજબરીથી બેસાડી રૈયા રોડ પર લઇ જઇ ઇદ્રીશે કાનાને પકડી રાખેલ અને યુનુસે કનુ ઉર્ફે કાનાને છાતીના ભાગે માથામાં પગમાં છરીના ઘા મારી દીધેલ અને ગંભીર ઇજા પહોંચાડી નાશી ગયેલ. ત્‍યારબાદ કાનાને લોહીલુહાણ હાલતમાં હોસ્‍પિટલમાં લાવવામાં આવેલ અને જ્‍યાં તેના ભાઇ રાજેશે બંને આરોપીઓ વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપેલ હતી.

પોલીસે આ ગુનામાં ઇદ્રીશ ઇલીયાસ અંસારી અને તેનો ભાઇ યુનુસ ઇલીયાસ અંસારીની ધરપકડ કરી કોર્ટમાં બંને વિરૂધ્‍ધ ચાર્જશીટ કરેલ. આ કામમાં બંને આરોપીઓ વતી એડવોકેટ રઘુવીર આર.બસીયા રોકાયેલા હતા. આ કેસમાં કુલ ૧૫ મૌખિક પુરાવાઓ તેમજ ૩૪ દસ્‍તાવેજી પુરાવાઓને તપાસવામાં આવેલ. આરોપીઓના વકીલની મુખ્‍ય દલીલ એવી હતી કે છરી બનાવવાળી જગ્‍યાએથી પોલીસે કબ્‍જે કરી પાછળથી ડીસ્‍કવરી પંચનામુ ઉભુ કરેલ છે. જે રીક્ષામાં બનાવ બનેલ તે આરોપીઓની માલીકીની ન હતી. તેમજ રીક્ષા જાહેર જગ્‍યાએથી પોલીસે કબ્‍જે કરેલ ફરીયાદી અને ઇજા પામનારની જુઆબીમાં વીરોધાભાસ છે. ડાઇગડેકલેરેશનમાં આરોપીઓના નામ નથી. મહત્‍વના સાક્ષીને તપાસવામાં આવેલ નથી. પોલીસે તટસ્‍થ તપાસ બકરેલ નથી. નામદાર હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટની ચુકાદાઓની ચુકાદાઓમાં જણાવેલ માર્ગદર્શક સિધ્‍ધાંતોની વિશદ છણાવટ કરેલ કોર્ટ આરોપીઓના વકીલની દલીલને ગ્રાહ્ય રાખી બંને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ.

આ કામમાં બંને આરોપીઓ વતી એડવોકેટ રઘુવીર આર. બસીયા રોકાયેલા હતા.

(5:24 pm IST)