Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

દિવ્‍યાંગ બાળકો માટેની સંસ્‍થા ‘પ્રયાસ'ના સેક્રેટરી ભાસ્‍કરભાઇ પારેખનો જન્‍મ દિવસ

રાજકોટ તા.૧૮ : દિવ્‍યાંગ બાળકો માટે કામ કરતા સીનીયર સીટીઝન ભાસ્‍કરભાઇ પારેખનો આજે જન્‍મ દિવસ છે. ભાસ્‍કરભાઇના પુત્ર જીમીષના જન્‍મ બાદ થોડા સમય પછી તે મનોદિવ્‍યાંગ હોવાનું જાહેર થયુ. પરંતુ આ દંપતિએ જરાપણ ઓછુ લગાડયા વગર તેની કાળજી લેવા મન મકકમ બનાવ્‍યુ. એટલુ જ નહીં આવા અન્‍ય બાળકોની કાળજી લેવા માટે પેરેન્‍ટ એસોસીએશન ફોર ચિલ્‍ડ્રન વીથ સ્‍પેશ્‍યલ નીડસ રાજકોટ ‘પ્રયાસ' ની સ્‍થાપના કરી. આ તાલીમ શાળમાં હાલ ૨૧૭ થી વધુ દિવ્‍યાંગ બાળકોને તાલીમ અપાઇ રહી છે. આ ઉપરાંત અન્‍ય સામાજીક સેવા સંસ્‍થાઓમાં પણ તેઓ સેવા આપી રહ્યા છે. તેઓ દિવ્‍યાંગ બાળકોના વાલીઓ માટે નિઃશુલ્‍ક માર્ગદર્શન કેન્‍દ્ર પણ ચલાવી રહ્યા છે. આવી નિઃસ્‍વાર્થ સેવાઓ બદલ તેઓને રાષ્‍ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. ૭૫ વર્ષની વયે પહોંચેલા ભાસ્‍કરભાઇ પારેખને (મો.૯૪૨૬૩ ૧૭૭૬૩) ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(5:25 pm IST)