Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

સ્‍કાયરૂટ કંપની ૧૦ વર્ષમાં ૨૦ હજાર ઉપગ્રહો છોડશે

‘વિક્રમ-એસ' રોકેટને ૨૦૦ એન્‍જીનીયરોની ટીમે ૨ વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર કર્યું : હૈદ્રાબાદની ખાનગી કંપનીનું સાહસ

દેશની પ્રથમ ખાનગી સ્‍પેસ કંપની, સ્‍પેસ સ્‍ટાર્ટઅપ સ્‍કાયરૂટ એરોસ્‍પેસનું રોકેટ વિક્રમ એસ (Vikram-S) સફળતાપૂર્વક લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. આ મિશનને ‘પ્રારંભ'નામ આપવામાં આવ્‍યું છે. શ્રીહરિકોટામાં ત્‍લ્‍ય્‍બ્‍દ્ગક્ર સતીશ ધવન સ્‍પેસ સેન્‍ટરમાંથી વિક્રમ-એસ રોકેટ લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. હૈદરાબાદ સ્‍થિત સ્‍ટાર્ટઅપ સ્‍કાયરૂટ એરોસ્‍પેસે ખરાબ હવામાનને કારણે અગાઉ વિક્રમ-એસનું લોન્‍ચિંગ મુલતવી રાખ્‍યું હતું. ઈન્‍ડિયન સ્‍પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ‘ઈસરો' શ્રીહરિકોટા સ્‍થિત તેના કેન્‍દ્રથી ભારતનું પ્રથમ ખાનગી રોકેટ ‘વિક્રમ-એસ' લોન્‍ચ કર્યું. આનાથી દેશના અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશનો માર્ગ મોકળો થશે, જે દાયકાઓથી સરકારી માલિકીની ISRO દ્વારા પ્રભુત્‍વ ધરાવે છે. ૨૦૨૦માં કેન્‍દ્ર સરકારે સ્‍પેસ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્‍યા બાદ ‘સ્‍કાયરૂટ એરોસ્‍પેસ' ભારતીય અવકાશ કાર્યક્રમમાં પગ મૂકનાર ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની કંપની બની છે. આ રોકેટનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા સ્‍વર્ગસ્‍થ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્‍યું છે. સ્‍ટાર્ટઅપ સ્‍કાયરૂટ એરોસ્‍પેસે માહિતી આપી હતી કે વિક્રમ-એસ૩ પે-લોડ સાથે પૃથ્‍વીની સબ-ઓર્બિટલ ભ્રમણકક્ષામાં નાના સેટેલાઈટ્‍સ સ્‍થાપિત કરવા માટે મોકલવામાં આવી રહ્યો છે. કંપનીને વિક્રમ-એસ પાસેથી ઘણી આશાઓ છે. આ સાથે ભારત વિશ્વના તે દેશોમાં સામેલ થઈ ગયું છે, જયાં ખાનગી કંપનીઓ પણ પોતાના મોટા રોકેટ લોન્‍ચ કરી શકે છે. કંપનીએ આ સમગ્ર મિશનને ‘મિશન પ્રારંભ'નામ આપ્‍યું છે. શું છે આ રોકેટમાં ખાસ? કોણે બનાવ્‍યું આ રોકેટ? આવો જાણીએ...

ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ એસ હૈદરાબાદની ખાનગી કંપની સ્‍ટાર્ટઅપ સ્‍કાયરૂટ દ્વારા બનાવવામાં આવ્‍યું છે. તેને શ્રીહરિકોટામાં ઈસરોના લોન્‍ચિંગ સેન્‍ટર સતીશ ધવન સ્‍પેસ સેન્‍ટરથી લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. સ્‍પેસ સેક્‍ટરમાં ખાસ કરીને ખાનગી કંપનીઓને સામેલ કરવાની શું યોજના છે. આ માટે સરકારી સ્‍તરે ખાનગી કંપનીઓને કેવી રીતે પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. હાલમાં અવકાશ ક્ષેત્રમાં ભારતનો હિસ્‍સો કેટલો છે. આ સાથે, આપણે જાણીશું કે ભારતની પ્રથમ ખાનગી સ્‍પેસ કંપની સ્‍કાયરૂટ કઈ છે. અવકાશ ક્ષેત્રે તેનો એજન્‍ડા શું છે તે જાણવું પણ જરૂરી છે.

વિક્રમ એસનું નામ ઈસરોના સ્‍થાપક ડો. વિક્રમ સારાભાઈની યાદમાં રાખવામાં આવ્‍યું છે. વિક્રમ શ્રેણીમાં ત્રણ પ્રકારના રોકેટ લોન્‍ચ કરવામાં આવનાર છે. તેમને નાના કદના ઉપગ્રહો વહન કરવા માટે વિકસાવવામાં આવ્‍યા છે. વિક્રમ-૧ આ શ્રેણીનું પ્રથમ રોકેટ છે. વિક્રમ-૨ અને વિક્રમ-૩ પૃથ્‍વીની નીચલી ભ્રમણકક્ષામાં ભારે વજન પહોંચાડી શકે છે. વિક્રમ એસ ત્રણ ઉપગ્રહોને પૃથ્‍વીની નીચેની ભ્રમણકક્ષામાં પહોંચાડી શકે છે. આ ત્રણ ઉપગ્રહોમાંથી એક વિદેશી કંપનીના છે જયારે બે ભારતીય કંપનીના છે. ભારતમાં, ભારતીય અવકાશ ક્ષેત્રમાં જાહેર અને ખાનગી કંપનીઓની ભાગીદારી વર્ષ ૨૦૨૦ થી શરૂ થઈ. ભારત આ સ્‍પેસ માર્કેટમાં સ્‍થાન બનાવવા માટે ઉત્‍સુક દેખાઈ રહ્યું છે. અત્‍યાર સુધી આ ઉદ્યોગમાં ભારતનો હિસ્‍સો માત્ર બે ટકા છે. જૂન ૨૦૨૦ માં, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સરકારે આ ક્ષેત્રમાં ફેરફારોની શરૂઆત કરી હતી. આ પછી ભારતમાં ખાનગી કંપનીઓ માટે રસ્‍તો સરળ બની ગયો. આ માટે એવો અંદાજ છે કે વર્ષ ૨૦૪૦ સુધીમાં આંતરરાષ્ટ્રીય અવકાશ ઉદ્યોગનું કદ એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. ભારત નવી સ્‍પેસ ટેક્‍નોલોજી માટે ખાનગી કંપનીઓને પ્રોત્‍સાહન આપી રહ્યું છે.

સ્‍કાયરૂટ ભારતની પ્રથમ સ્‍ટાર્ટ અપ કંપની છે. તેણે ઈસરો સાથે રોકેટ લોન્‍ચિંગ માટે પ્રથમ એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા છે. સ્‍કાયરૂટને વિશ્વાસ છે કે તે અત્‍યાધુનિક ટેક્‍નોલોજીની મદદથી ભવિષ્‍યમાં વધુ આર્થિક રોકેટ બનાવી શકશે. આ હેઠળ, કંપનીએ દસ વર્ષમાં ૨૦,૦૦૦ નાના ઉપગ્રહ છોડવાનું લક્ષ્ય રાખ્‍યું છે. ખાસ વાત એ છે કે કંપનીની વેબસાઈટ પર લખવામાં આવ્‍યું છે કે ‘અવકાશમાં ઉપગ્રહ મોકલવા હવે ટેક્‍સી બુક કરવા જેટલી ઝડપી, સચોટ અને સસ્‍તી હશે'. આમાં, રોકેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્‍યા છે કે તેને ૨૪ કલાકની અંદર કોઈપણ કેન્‍દ્રમાંથી એસેમ્‍બલ કરીને છોડી શકાય છે. નોંધનીય છે કે તાજેતરમાં અબજોપતિ એલોન મસ્‍કની સ્‍પેસ એક્‍સ કંપની અમેરિકામાં રોકેટ લોન્‍ચિંગને લઈને આંતરરાષ્ટ્રીય હેડલાઈન્‍સમાં હતી. આ પછી આ ટ્રેન્‍ડ ખૂબ જ ઝડપથી વધ્‍યો છે. હવે આ ટ્રેન્‍ડ ભારતમાં પણ પહોંચી ગયો છે. ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક પવન કુમાર ચંદનના જણાવ્‍યા અનુસાર આ અભિયાન માટે ભારતીય અવકાશ એજન્‍સી ઈસરો દ્વારા ઘણી તકનીકી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ઈસરોએ આ માટે ખૂબ જ નજીવી ફી વસૂલ કરી છે.'

શું છે વિક્રમ એસ ની ખુબીઓ શું છે? વિક્રમ-એસ એ આઠ મીટર ઊંચું સિંગલ સ્‍ટેજ સ્‍પિન સ્‍ટેબિલાઇઝ્‍ડ સોલિડ પ્રોપેલન્‍ટ રોકેટ છે. તેનું વજન ૫૪૬ કિગ્રા અને વ્‍યાસ ૧.૨૪ ફૂટ છે. તેમાં ૪ સ્‍પિન થ્રસ્‍ટર્સ છે. તેની પેલોડ ક્ષમતા ૧૦૦ કિમીની ઊંચાઈ સુધી ૮૩ કિગ્રા છે. પીક વેલોસીટી મેક ૫ (હાયપરસોનિક). આ રોકેટ સંયુક્‍ત સામગ્રીમાંથી બનાવવામાં આવ્‍યું છે. ૨૦૦ એન્‍જિનિયરોની ટીમે તેને બે વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર કર્યું છે. ફલાઇટ દરમિયાન સ્‍પિન સ્‍ટેબિલિટી માટે તેને 3D પ્રિન્‍ટેડ એન્‍જિનથી સજ્જ કરવામાં આવ્‍યું છે.

હૈદરાબાદ સ્‍થિત સ્‍કાયરૂટ એરોસ્‍પેસ કંપની ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે સ્‍પેસ લોંચ વ્‍હીકલ બનાવે છે. વિક્રમ-એસ તા.૧૮ ને શુક્રવારે સવારે ૧૧.૩૦ વાગ્‍યે પ્રરંભ (શરૂઆત) નામના મિશનમાં ઉપડ્‍યું. લિફટઓફની લગભગ ૨.૩ મિનિટ પછી, રોકેટ કુલ ૮૩ કિગ્રા વજનના ત્રણ પેલોડ્‍સ સાથે ૮૧.૫ કિમીની ઊંચાઈએ પહોંચ્‍યું. ૪.૮૪ મિનિટ પછી, રોકેટ શ્રીહરિકોટાથી લગભગ ૧૧૫.૬ કિમી દૂર બંગાળની ખાડીમાં તૂટી પડ્‍યું. સ્‍કાયરૂટે જણાવ્‍યું હતું કે વિક્રમ-એસ ઘન-ઇંધણવાળા પ્રોપલ્‍શન દ્વારા સંચાલિત સિંગલ સ્‍ટેજ સબ-ઓર્બિટલ રોકેટ છે. રોકેટ કાર્બન કમ્‍પોઝિટ સ્‍ટ્રક્‍ચર્સ અને 3D-પ્રિન્‍ટેડ ઘટકો સહિત અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્‍યું હતું. 'વિક્રમ-એસ ઓર્બિટલ ક્‍લાસ સ્‍પેસ લોંચ વાહનોની વિક્રમ શ્રેણીમાં મોટાભાગની તકનીકોને પરીક્ષણ અને માન્‍ય કરવામાં મદદ કરશે, જેમાં ઘણી પેટા-સિસ્‍ટમ્‍સ અને તકનીકોનો સમાવેશ થાય છે જે લોન્‍ચના પ્રી લિફટઓફ અને પોસ્‍ટ લિફટઓફ તબક્કાઓમાં પરીક્ષણ કરવામાં આવશે,' હૈદરાબાદ- મુખ્‍ય મથક કંપનીએ જણાવ્‍યું હતું. સ્‍કાયરૂટ એ પ્રથમ ભારતીય સ્‍ટાર્ટઅપ છે જેણે સ્‍પેસમાં રોકેટ લોન્‍ચ કરવા માટે ઈસરો સાથે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા છે. મિશનને સફળ જાહેર કર્યા પછી, ઈન્‍ડિયન નેશનલ સ્‍પેસ પ્રમોશન એન્‍ડ ઓથોરાઈઝેશન સેન્‍ટર (IN-SPACE)ના અધ્‍યક્ષ પવન ગોએન્‍કાએ જણાવ્‍યું હતું કે, ઙ્કબધી પ્રણાલીઓએ યોજના પ્રમાણે કામ કર્યું હતું. સ્‍કાયરૂટ એ પેટા-સિસ્‍ટમ્‍સનું નિદર્શન કર્યું જે તેમના ઓર્બિટલ ક્‍લાસ લોન્‍ચ વાહનોમાં જશે. ભારતીય અવકાશ ક્ષેત્ર માટે આ એક નવી શરૂઆત છે અને આપણા બધા માટે એક ઐતિહાસિક ક્ષણ છે. પ્રક્ષેપણના સાક્ષી બનેલા કેન્‍દ્રીય મંત્રી જિતેન્‍દ્ર સિંહે કહ્યું, ‘ભારતના અવકાશ કાર્યક્રમની યાત્રામાં ખરેખર આ એક નવી શરૂઆત અને નવી સવાર છે.' મંત્રીએ ખાનગી ભાગીદારી માટે અવકાશ ક્ષેત્ર ખોલવા બદલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો આભાર માન્‍યો હતો. ભારતના સ્‍પેસ રેગ્‍યુલેટર-અને-પ્રમોટર, ઈન્‍ડિયન નેશનલ સ્‍પેસ પ્રમોશન એન્‍ડ ઓથોરાઈઝેશન સેન્‍ટર (IN-SPACe), ખાનગી અવકાશ ક્ષેત્રની અર્થવ્‍યવસ્‍થાને વેગ આપવા માટે ડિપાર્ટમેન્‍ટ ઓફ સ્‍પેસ ની સિંગલ-વિન્‍ડો ઓટોનોમસ નોડલ એજન્‍સી તરીકે કાર્યરત છે. સ્‍કાયરૂટ એરોસ્‍પેસના CEO અને સહ-સ્‍થાપક પવન કુમાર ચંદનાએ જણાવ્‍યું હતું કે, ‘અમે આજે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ લોન્‍ચ કરીને ઇતિહાસ રચ્‍યો છે. તે ભારતીય અવકાશ ઇકોસિસ્‍ટમમાં નવા યુગની શરૂઆત છે. અમે IN-SPACE અને ઇસરો નો આભાર માનીએ છીએ.'

 

અવાજ કરતાં પાંચ ગણી ઝડપ

૧૮ નવેમ્‍બર ૨૦૨૨ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્‍યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્‍પેસ સેન્‍ટર પરથી અવકાશની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. હૈદરાબાદની ખાનગી સ્‍પેસ કંપની સ્‍કાયરૂટ એરોસ્‍પેસના રોકેટ વિક્રમ-એસએ ઉડાન ભરી હતી. રોકેટ અવાજ કરતાં પાંચ ગણી ઝડપે અવકાશ તરફ ગયું. એટલે કે હાઇપરસોનિક ઝડપે ઉડાન ભરી હતી. સ્‍કાયરૂટ ચાર વર્ષ જૂની કંપની છે. જેણે વિક્રમ-એસ રોકેટ બનાવ્‍યું. ઈન્‍ડિયન સ્‍પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ તેને લોન્‍ચ કરવામાં મદદ કરી હતી. આ મિશનને પ્રરંભ નામ આપવામાં આવ્‍યું છે. કંપનીના સીઈઓ અને કો-ફાઉન્‍ડર પવન કુમાર ચંદનાએ જણાવ્‍યું કે આ એક ટેસ્‍ટ ફલાઈટ છે. ઈસરોએ તેની ફલાઇટ માટે લોન્‍ચ વિન્‍ડો ફિક્‍સ કરી હતી. આ રોકેટનું નામ પ્રખ્‍યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્‍થાપક ડો.વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્‍યું છે. તાજેતરમાં ઈસરોના વડા ડો. સોમનાથે સ્‍કાયરૂટ કંપનીના મિશન સ્‍ટાર્ટના મિશન પેચનું પણ અનાવરણ કર્યું હતું. આ રોકેટ પર બે સ્‍વદેશી અને એક વિદેશી પેલોડ પણ જઈ રહ્યા છે. આ છ મીટર ઊંચું રોકેટ વિશ્વનું પ્રથમ તમામ સંયુક્‍ત રોકેટ છે. તેમાં ૩ડી-પ્રેટેન્‍ટેડ સોલિડ થ્રસ્‍ટર્સ છે. જેથી તેની સ્‍પિન ક્ષમતાને સંભાળી શકાય. આ ફલાઇટ દરમિયાન, રોકેટ એવિઓનિક્‍સ, ટેલિમેટ્રી, ટ્રેકિંગ, ઇનર્શિયલ મેઝરમેન્‍ટ, ગ્‍લોબલ પોઝિશનિંગ સિસ્‍ટમ, ઓનબોર્ડ કેમેરા, ડેટા એક્‍વિઝિશન અને પાવર સિસ્‍ટમનું પરીક્ષણ કરવામાં આવશે. આ સબ-ઓર્બિટલ ફલાઇટ છે. જેમાં ચેન્નાઈ સ્‍થિત સ્‍પેસ સ્‍ટાર્ટઅપ સ્‍પેઇશ કિડ્‍ઝ, આંધ્રપ્રદેશ સ્‍થિત એન સ્‍પેશ ટેક અને આર્મેનિયાની બેઝોમ ક્‍યુ સ્‍પેસ રિસર્ચ લેબના ઉપગ્રહો જઈ રહ્યા છે. આ રોકેટ સંપૂર્ણપણે કાર્બન ફાઈબરથી બનેલું છે.

 

 સ્‍પેસ સેક્‍ટરમાં ભારતની સફર ૧૯૬૦ના દાયકામાં શરૂ થઈ હતી..!

ઈન્‍ડિયન નેશનલ કમિટી ફોર સ્‍પેસ રિસર્ચની સ્‍થાપના ડો. વિક્રમ સારાભાઈના નેતૃત્‍વ હેઠળ કરવામાં આવી હતી અને સ્‍પેસ સેક્‍ટરમાં ભારતની સફર ૧૯૬૦ના દાયકામાં શરૂ થઈ હતી. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અગાઉના સોવિયેત સંઘના આસ્‍ટ્રાખાન ઓબ્‍લાસ્‍ટમાંથી લોન્‍ચ કરવામાં આવ્‍યો હતો. ભારતીય અવકાશ ક્ષેત્રના ઈતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. ભારતીય ધરતી પર પ્રથમ રોકેટ ૨૧ નવેમ્‍બર, ૧૯૬૩ ના રોજ સફળતાપૂર્વક લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. તેને તિરુવનંતપુરમ નજીક થુમ્‍બાથી લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ રોકેટનું વજન ૭૧૫ કિલો હતું.

 

રોકેટમાં 3D પ્રિન્‍ટેડ ક્રાયોજેનિક એન્‍જિન છે

વિક્રમ-એસ રોકેટમાં 3D પ્રિન્‍ટેડ ક્રાયોજેનિક એન્‍જિન છે. જેની ટેસ્‍ટ ગયા વર્ષે ૨૫ નવેમ્‍બરે નાગપુરની સોલાર ઇન્‍ડસ્‍ટ્રી લિમિટેડની ટેસ્‍ટ ફેસિલિટી ખાતે કરવામાં આવી હતી. આ રોકેટ દ્વારા અવકાશની નિર્ધારિત ભ્રમણકક્ષામાં નાના ઉપગ્રહો સ્‍થાપિત કરવામાં આવશે. આ રોકેટનું વજન ૫૪૫ કિલોગ્રામ છે. વ્‍યાસ ૦.૩૭૫ મીટર છે. તેણે ૮૩ થી ૧૦૦ કિમીની ઊંચાઈ સુધી ઉડાન ભરી હતી.

 

  •   સરકારે સ્‍પેસ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્‍યા બાદ ‘સ્‍કાયરૂટ એરોસ્‍પેસ'ભારતીય અવકાશ કાર્યક્રમમાં પગ મૂકનાર      ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની કંપની બની
  •  વિક્રમ-એસ ઓર્બિટલ ક્‍લાસ સ્‍પેસ લોંચ વાહનોની વિક્રમ શ્રેણીમાં મોટાભાગની તકનીકોને પરીક્ષણ અને માન્‍ય       કરવામાં  મદદ કરશે, જેમાં ઘણી પેટા-સિસ્‍ટમ્‍સ અને તકનીકોનો સમાવેશ થાય છે.
  •  વિક્રમ એસનું નામ ઈસરોના સ્‍થાપક ડો. વિક્રમ સારાભાઈની યાદમાં રાખવામાં આવ્‍યું છે.
  •  વિક્રમ એસ ત્રણ ઉપગ્રહોને પૃથ્‍વીની નીચેની ભ્રમણકક્ષામાં પહોંચાડી શકે છે. આ ત્રણ ઉપગ્રહોમાંથી એક વિદેશી         કંપનીના છે જયારે બે ભારતીય કંપનીના છે.
  •  અબજોપતિ એલોન મસ્‍કની સ્‍પેસ એક્‍સ કંપની અમેરિકામાં રોકેટ લોન્‍ચિંગને લઈને આંતરરાષ્ટ્રીય હેડલાઈન્‍સમાં હતી.     આ પછી આ ટ્રેન્‍ડ ખૂબ જ ઝડપથી વધ્‍યો છે.
  •  વિક્રમ એસ ને ૨૦૦ એન્‍જિનિયરોની ટીમે બે વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર કર્યું. ફલાઇટ દરમિયાન સ્‍પિન સ્‍ટેબિલિટી   માટે તેને ૩ડી પ્રિન્‍ટેડ એન્‍જિનથી સજ્જ કરવામાં આવ્‍યું.
  • આ રોકેટમાં ચેન્નાઈ સ્‍થિત સ્‍પેસ સ્‍ટાર્ટઅપ સ્‍પેઇશ કિડ્‍ઝ, આંધ્રપ્રદેશ સ્‍થિત એન સ્‍પેશ ટેક અને આર્મેનિયાની બેઝોમ ક્‍યુ સ્‍પેસ રિસર્ચ લેબના ઉપગ્રહો જઈ રહ્યા છે.   

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(4:21 pm IST)