Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

બસ પોર્ટના ગેઇટ પાસે એસટી બસની ઠોકરે મુંબઇના મહિલાને ઘાયલ થયા

દિકરી સારવારમાં હોઇ પોતે વોકીંગમાં નીકળ્‍યા ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૧૮: એસટી બસ પોર્ટના ગેઇટ નજીક મુંબઇ બોરીવલીમાં રહેતાં રૂપલબેન સંજયભાઇ ટીંબડીયા (ઉ.વ.૫૧) એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૩૨૩૧ની ઠોકરે ચડી જતાંગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

રૂપલબેન દિવાળીના તહેવારથી રાજકોટમાં છે. હાલમાં તેમના દિકરી બસ સ્‍ટેશન પાછળની હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ હોઇ પોતે હોસ્‍પિટલમાં કેટલાક દિવસથી રોકાય છે. સવારે વોકીંગમાં નીકળ્‍યા અને બસ પોર્ટના ગેઇટ પાસે પહોંચ્‍યા ત્‍યારે બસની ઠોકરે ચડી ગયા હતાં. 

(4:27 pm IST)