Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

બહેનોના પ્રશ્નોને વાચા આપવા હંમેશા તત્‍પર રહીશ

રાજકોટ વિધાનસભા ૭૦ દક્ષિણની બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવતા પુનિતાબેન પારેખઃ૧૦૮ તરીકે જાણીતા પુનિતાબેન કહે છે હું ગ્રાઉન્‍ડ લેવલની કાર્યકર્તા છું, રોડ રસ્‍તા, ઉદ્યોગને લગતા પ્રશ્નોને પ્રાધાન્‍યઃ રાજકોટ જિલ્લા સુવર્ણકાર સમાજના પ્રમુખ છે

રાજકોટઃ રાજકોટ વિધાનસભા ૭૦ દક્ષિણની બેઠક ઉપર પુનીતાબેન હસમુખલાલ પારેખે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેઓનું ચૂંટણીનું નિશાન હીરો (ડાયમંડ) છે.

તેઓ કહે છે હાલના સમયમાં બહેનોના અનેક પ્રશ્નો છે તેઓને સતાવતા આ પ્રશ્નોને વાચા આપવા જ મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ૨૦૧૨માં મહિલા સુરક્ષા સમિતિમાં નિમણુંક કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સર્વ વિશ્વકર્મા સમાજના ઉત્‍કર્ષ અંગેની નેમ સાથે નિષ્‍પક્ષ અપક્ષ ઉમેદવાર પુનીતાબેન ઘણા વર્ષો થયા કાર્યરત છે હાલમાં ઝાલાવાડી વિશા શ્રીમાળી  સોની સમાજના પ્રમુખ તરીકે સેવા કાર્યને વેગ આપી રહ્યા છે . સુવર્ણકાર સમાજના દરેક પ્રશ્નમાં સક્રિય રહ્યા છે. એકસાઇઝ આંદોલનમાં પણ નોંધનીય યોગદાન આપ્‍યું હતું. સમાજના દરેક પ્રશ્નના નિરાકરણ માટે હંમેશા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે

વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ  ઉમેદવાર પુનીતાબેન પારેખ પોતાના ચિન્‍હ ડાયમંડ હીરો સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્‍યું છે  સમગ્ર વિશ્વકર્મા સમાજ કે જેમાં સુથારીકામ, દરજીકામ, લુહારીકામ, કડિયાકામ, સુવર્ણકલા કારીગરી સાથે જોડાયેલા લાખો બંધુઓના વિકાસ માટે કાર્ય માટે હંમેશા પ્રયત્‍નશીલ રહેશે

  ઉપરાંત શહેરના વિવિધ પ્રશ્નોનો પણ અવાજ ઉઠાવશે....હાલમાં  લોકસંપર્કમાં વિવિધ સમાજ દ્વારા ભારે સમર્થન મળી રહ્યું છે. પ્રચાર અભિયાન પણ વેગીલો બનાવ્‍યો છે

તસ્‍વીરમાં પુનીતાબેન પારેખ મો.૯૯૨૫૯ ૩૮૮૬૬, ૯૪૨૭૭ ૨૦૦૯૮ સાથે સલોનીબેન રાણપરા, માલતીબેન પારેખ, પાયલબેન પારેખ, પૂજાબેન પારેખ, હેતલબેન પારેખ, સપનાબેન પારેખ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:28 pm IST)