Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રૂદ્રશકિત ક્ષત્રીય મહિલા સેવાકીય સંસ્‍થાન રાજકોટ દ્વારા સ્‍નેહમિલન ર૦રર યોજાયું

મહિલા શકિતઓનું વિશિષ્‍ટ સન્‍માન કરાયું : ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગતોને ગીતાજીનું પઠન કરી શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી

રાજકોટ, તા., ૧૮:  ગત તારીખ પ ને શનિવારના રોજ સરીતાવિહાર સોસાયટી કોમ્‍યુનીટી હોલ ખાતે શ્રી રૂદ્રશકિત ક્ષત્રીય મહિલા સેવાકીય સંસ્‍થાન દ્વારા સ્‍નેહમિલનનું અતિ સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રમુખ શ્રી માયાબા જાડેજાની આગેવાની હેઠળ સ્‍નેહમિલનની સાથે સાથે વિશિષ્‍ટ અતિથિ સત્‍કાર સમારોહનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

અતિથી વિશેષ દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવ્‍યો હતો. જેમાં સમાજના અગ્રણીઓ એવા ગઢકા માસાહેબ શ્રી ગાયત્રીદેવીજી, શ્રી રજનીબા રાણા (એડવોકેટ) જયશ્રીબા પી.ટી.જાડેજા, સીતાબા જેઠવા, હંસીનીબા જાડેજા નાનામૌવા, રઘુરાજસિંહ જાડેજા નાનામૌવા, પી.ટી. જાડેજા શ્રી અખીલ ગુજરાત આંતરરાષ્‍ટ્રીય અધ્‍યક્ષ રાજભા જાડેજા, કૌષીકસિંહ માખાવડ, જયુભા રાઓલ તથા અનેક એવા મહેમાનો હાજરી આપી પ્રસંગને દીપાવ્‍યો.

મોરબી ઝુલતા પુલની જે દુઘર્ટના બની તેમાં મૃત્‍યુ પામેલ તમામ આત્‍માઓના મોક્ષાર્થે શ્રધ્‍ધાંજલી રૂપે ગીતાજીના ૧પ માં અધ્‍યાયનું પઠન કરી અને પ્રાર્થના દ્વારા મૌન રાખી સમાજના અગ્રણીઓએ શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી.

આ સાથે પધારેલ મહેમાનોનું તથા મહાનુભાવોનું સંસ્‍થાના હોદેદારો દ્વારા સન્‍માન કરાયું હતું. જેમાં શ્રી ગાયત્રીબા વાઘેલા (પુર્વ કોર્પોરેટરશ્રી) તથા રાજેશ્વરીબેન ડોડીયા (આરોગ્‍ય વિભાગ ચેરમેનશ્રી) નિરૂભા વાઘેલા (કોર્પોરેટરશ્રી વોર્ડ નં. ૧૦), અશોકસિંહ વાઘેલા , મયુરસિંહ જાડેજા (પુર્વ કોર્પોરેટરશ્રી) રાજભા જાડેજા (તાલુકા પ્રમુખશ્રી ધ્રોલ), ભુપેન્‍દ્રસિંહ વાઘેલા (શ્રી શ્રી એકેડેમી) પ્રદીપસિંહ રાણા (ભોયકા), કૃષ્‍ણસિંહ જાડેજા (કરણીસેના), રાજભા વાવડી, રાજવીરસિંહ વાળા (ગાળીયા), હર્ષદીપસિંહ જાડેજા (પુર્વ ભાજપ પ્રમુખશ્રી વોર્ડ નં. ૧૦), તીર્થરાજસિંહ જાડેજા (કરણી સેના) દિલીપસિંહ જાડેજા (વેજાગામ), પૃથ્‍વીસિંહ રાણા (ભેંસજાળ), ભગીરથસિંહ જાડેજા (સરીતાવિહાર પ્રમુખશ્રી) ભુપેન્‍દ્રસિંહ જાડેજા (ચાંદલી એડવોકેટ) સંપતસિંહ ઝાલા, માનવેન્‍દ્રસિંહ ઝાલા, સુજાનસિંહ જાડેજા (શાપર), વિક્રમસિંહ જાડેજા (મારૂતી સીકયુરીટી), ક્રિપાલસિંહ રાણા (સાણંદ), દિગુભા વાઘેલા (ધીંગડા), પૃથ્‍વીરાજસિંહ જેઠવા (પાંડાવદર), મેઘરાજસિંહ ચુડાસમા (એડવોકેટ), વિક્રમસિંહ પરમાર હાજરી આપી હતી. આ સાથે અલ્‍કાબા જયદેવસિંહ જાડેજા (અકીલા) ભાવનાબા (લાકડીયા), કિશોરબા ઝાલા (રોજાસર) મમતાબા ગોહીલ (ભગીની સેવા ફાઉન્‍ડેશન), સ્‍નેહલબા ગોહીલ, નિતાબા જાડેજા, હરદેવસિંહ જાડેજા (નાનામૌવા), કૌશીકાબા (દોમડા), ગીતાબા જાડેજા (ધારાસભ્‍ય શ્રી ગોંડલ), પરાક્રમસિંહ જાડેજા (મિત સ્‍ટુડીયો) નયનાબા જાડેજા, આરતીબા જાડેજા સર્વોને મોમેન્‍ટો અર્પણ કરી સંસ્‍થા દ્વારા સન્‍માનીત કરવામાં આવ્‍યું.

 પી.ટી.જાડેજા સાહેબે નવા વર્ષની શુભેચ્‍છા પાઠવતા વકર્તવ્‍ય આપ્‍યુ ત્‍થા શ્રી ગાયત્રીબા વાઘેલાએ વર્ષ દરમિયાન સંસ્‍થા દ્વારા થતી અનેક પ્રવૃતિઓ જેમ કે દિકરા-દીકરીઓની સગાઇ, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, ક્ષાત્રકર્મ સંસ્‍કાર સિંચન શિબિર નવરાત્રી રાસ ઉત્‍સવ,  તેમજ બહેનોને રોજગારી મળી રહે તે અર્થે ચાલતા ગૃહ ઉદ્યોગના કાર્યને બીરદાવી તે અંગેની માહીતી આપી. કાર્યક્રમના અંતિમ તબક્કા તરફ લઇ જતુ વકતવ્‍ય પાઠવ્‍યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના બહેનો, રમણીકબા વાળા, હંસાબા ઝાલા, જનકબા ઝાલા, ભાવનાબા વાઘેલા, સુલેખાબા જાડેજા, મનીષાબા ઝાલા, પ્રીન્‍સીબા ઝાલા, ભુમીકાબા ચૌહાણ, કોકીલાબા જાડેજા, સંકુતલાબા ચુડાસમા, હંસાબા જાડેજા, મેનીકાબા જાડેજા, અલ્‍કાબા જાડેજા, હિનાબા ઝાલા, અન્નપુર્ણાબા ગોહીલ, મીનાબા જાડેજા, પદ્માબા ચૌહાણ, પ્રસંન્નબા જાડેજા, હંસાબા જાડેજા, દક્ષાબા, સુમનબા ગોહીલ, જયોતીબા ઝાલા, જયોતીબા પરમાર, અલ્‍પાબા ઝાલા ઉપસ્‍થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસો કર્યા હતા.

ડો. ભાર્ગવીબા ગોહીલ (કુકડ) તેમજ જયદેવસિંહ જાડેજા (ડેરી) કાર્યક્રમનું સંચાલન કરી આભારવિધિ વ્‍યકત કરી કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.

અન્ન ભેગા એના મન ભેગા એવા ઉદ્દેશથી સૌ સાથે મળીને અલ્‍પાહાર કરીને કાર્યક્રમને સંપન્ન કર્યો હતો.

(4:34 pm IST)