Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

આવતીકાલે રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર બબ્બે બોલિવૂડ સેલીબ્રીટી લાઈવ નાટક ભજવશે

અનુપ સોની અને નિવેદિતા ભટ્ટાચાર્યની ઉત્તમ એકટિંગઃ સસ્પેન્સ થ્રિલર નાટક બાલીગંજ ૧૯૯૦

 

રાજકોટઃ સાહિત્ય પ્રેમી જનતાને ઉત્તમો ઉત્તમ સાહિત્ય પીરસવા અર્થે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ તનતોડ મહેનત કરી રહ્યું છે . અત્યાર સુધીમાં સૌમ્ય જોશી જેવા શ્રેષ્ઠ સર્જકો, અદિતિ દેસાઈ જેવા શ્રેષ્ઠ ડિરેકટરો અને આર જે. દેવકી, જયેશ મોરે , અભિનય બેંકર , જીગ્ના વ્યાસ વગેરે  જેવા સુંદર  અભિનેતાઓ - અભિનેત્રીઓ ભજવે એવા હટકે નાટકો વિદેહી એન્ટરટેઇન્મેન્ટ, રાજકોટવાસીઓ   માટે  લઇને આવ્યું છે કે જેમાં આજ જાણે કી ઝિદના કરો , યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ, અકૂપાર, સમુદ્રમંથન, જાવેદા જેવા નાટકોનો સમાવેશ થાય છે. આ નાટકો દ્વારા કોલ ગર્લથી લઇને ગુજરાતની પહેલી ખારવણ સ્ત્રીની સત્ય ઘટનાઓ , ગીરની અવનવી વાતો તથા ગે કપલ જેવા વિષયો ટચ કરવામાં આવ્યા.

આવા હટકે નાટકો લઇ આવવાની પરંપરા ને આગળ વધારતાં  આ વખતે વિદેહી એન્ટરટેઇન્મેન્ટએ બોલિવૂડ આર્ટિસ્ટને લાઈવ નાટક ભજવવા આમંત્રિત કર્યા છે. રાજકોટના ઇતિહાસમાં પહેલી વાર અનુપ સોની અને નિવેદિતા ભટ્ટાચાર્ય એક હિન્દી સસ્પેન્સ થ્રિલર નાટક - બાલીગંજ ૧૯૯૦ માં પોતાના અભિનયના અજવાળા પાથરશે.  

અનુપ સોની વિષે વાત કરીએ તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના પાસ આઉટ અનુપએ સૌ પ્રથમ ટેલિવિઝન સિરિયલોથી પોતાની કારકિર્દીની શરૃઆત કરી. સી હોકસ અને સાચા જેવી સિરિયલોમાં કામ કર્યા પછી ૨૦૦૩માં તેઓ એ ફિલ્મોમાં કામ કરવા માટે ટેલિવિઝન માંથી બ્રેક લીધો અને ખરાશે , હમ  પ્યાર તુમ્હી સે કર બૈઠે, હથિયાર વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું. ૨૦૦૪માં તેઓ ટીવી સિરિયલો તરફ પાછા વળ્યાં અને સીઆઇડી અને હાલમાં ક્રાઇમ પેટ્રોલ જેવી પોપ્યુલર સિરિયલોમાં કામ કરે છે.

નાટકની લીડ ફિમેલ આર્ટિસ્ટ શ્રી નિવેદિતા ભટ્ટાચાર્યની વાત કરીએ તો ૨૦૦૦ની સાલથી ફિલ્મોમાં કાર્યરત તેઓએ કયા કહેનાથી લઇને ડર , ઐયારિયાં અને  હાલમાં શાદીસ્તાન જેવી ફિલ્મોમાં કર્યું છે. તો ટેલિવિઝનમાં ૧૯૯૭થી કયાં બાત હૈ , કહી કિસી રોઝ , શુભ મંગલ સાવધાન તથા હાલમાં સોની લિવ પર રજુ થતી સોલ્ટ સીટી જેવી સિરિયલોમાં અભિનયના અજવાળા  પાથર્યા છે.

નાટકના ડિરેકટર શ્રી અતુલ સત્યા  કૌશિકની વાત કરીએ તો, ઇન્ડિયન થીએટરમાં એક દશક થી પણ વધારે એકટીવે તેવા અતુલ પ્લે રાઇટર, પ્રોડ્યૂસર, ડિરેકટર અને પ્રોમોટર છે. તેઓ પોતાના લાઈફ સાઈઝ સેટ , પિરિયડ કોસ્ચ્યુમ અને બોલિવૂડની ખ્યાતનામ સેલેબ્રીટીસ ને લઈને નાટકો કરવા માટે જાણીતા છે. તેઓના હિન્દૂ માયથોલોજી આધારીત નાટકોને પ્રેક્ષકોએ હર શો હાઉસફુલ એવો રિસ્પોન્સ આપેલો છે.

બાલીગંજ ૧૯૯૦ પણ એક એવું નાટક છે જેને રાજ બબ્બર , શોલે ના ડિરેકટર રમેશ સિપ્પી, પ્રખ્યાત એકટર ડિરેકટર સતીશ કૌશિક વગેરે અનેક ખ્યાતનામ લોકોએ વખાણેલું છે.

તો રાજકોટ રાહ શાની જુઓ છો ? આજે જ ટિકિટ બુક કરાવો. કોલઃ ૯૦૨૩૨ ૮૨૪૦૭.

નાટકનો એક માત્ર પ્રયોગ ૧૯મી નવેમ્બર , શનિવાર રાત્રે ૯:૩૦ કલાકે  , શનિવાર,  રાત્રીના ૯:૩૦ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે થશે. એડવાન્સ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો : ૯૦૨૩૨ ૮૨૪૦૭

વિદેહી એન્ટરટેઇન્મેન્ટના આ પ્રયોગમાં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે.  આ ઉપરાંત બાલીગંજ ૧૯૯૦ નાટકના સપોર્ટર્સ તરીકે પ્રભુ હાઈટ્સ,  માઇક્રો   ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્સ એન્ડ ફીટીંગ્સ, કાઠિયાવાડી સ્વાદબંધુ, શેર-ઈટ ફૂડ્સ, હાથી મસાલા અને કેરેટ લેન - તનિષ્ક જ્વેલરી અને ગ્લોબલ આઈવીએફનો સહકાર સાંપડ્યો છે.

(4:37 pm IST)