Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

આચાર સંહિતામાં વેપાર–ધંધામાં ભારે મુશ્કેલીઓ પડે છેઃ કલેકટરને સોની આગેવાનોની રજૂઆત

રાજકોટ તા.૧૮:સમસ્ત સુવર્ણકાર એકતા સમિતિએ કલેકટરને આવેદન   પાઠવી આચાર સંહીતાના દિવસોમાં વેપાર ધંધામાં પડતી મુશ્કેલીઓ નિવારવા યોગ્ય કરવા રજુઆતો કરી હતી. આવેદનમાં જણાવેલ કે હાલ લગ્ન ગાળાની સીઝન ચાલતી હોય આગામી દિવસોમાં ૧ મહિના સુધી આચાર સંહીતાનું પાલન કરવાનું હોય સોના–ચાંદીના કારીગર વેપારીઓને પડતી મુશ્કેલી કામકાજ રોલપ્રેશ કામ, ઉજર પાલીસ, છોલ કામ જેવા મજુરી કામ તથા રોજીંદા દાગીના કામને જરૃરીયાત મુજબ વેપારી તથા કારીગરોમાં આપ–લે કરવા જતા હોય એવા સંજોગોમાં બજારની અંદર આચાર સંહિત બાબતે ચેકીંગ ચાલતુ હોય આવા કારીગર તથા વેપારીને કનડગત ન થાય તે જરૃરી છે. નાના વેપારી તથા કારીગરો પોતાની મરણ મૂડી રોકી આજીવિકા રળતા હોય છે. વિશ્વ વિખ્યાત રાજકોટની સોની બજાર હોય આ બજારની અંદર અસંખ્ય કારીગરોને રોજગારી મળતી હોય આ બાબતે નુકશાન થાય તો એમની રોજીંદુ જીવન ડીસ્ટર્બ થાય, મોટા ભાગના કારીગરો મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય આપ કલેકટરને વિનંતી કરીએ છીએ આ બાબતને સતવરે ધ્યાનમાં લઇ યોગ્ય કરવા વિનંતી આવેદન દેેવામાં સર્વશ્રી અરવિંદભાઇ રાંણીગા, વિશાલભાઇ માંડલીયા, રાજેશભાઇ ફીચડીયા હર્ષદભાઇ રાણપરા, મહેન્દ્રભાઇ પારેખ, હરેશભાઇ આડેસરા જોડાયા હતા

(5:25 pm IST)