Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પેટ્રોલ ૧૦૦ રૂા.ની નજીક, દુધ-દહિંમાં અંગ્રેજોના વખતમાં પણ ટેક્ષ ન હતોઃ ચમનભાઇ સવસાણી

રાજકોટ-૬૯ વિધાનસભાના બસપાના ઉમેદવાર ચમનભાઇ કહે છે મોંધવારી-ભ્રષ્‍ટાચારે માઝા મુકી છે ત્‍યારે ૧૦ થી ૧૫ હજાર રૂપિયામાં ઘર કેમ ચલાવવાઃ નાગરીકોની હાલત દયનિય

રાજકોટઃ રાજકોટ-૬૯ વિધાનસભા બેઠક, ઉપરથી બહેજન સમાજ પાર્ટીના ચમનભાઇ સવસાણીએ ઉમેદવારી નોંધાવી છે.

કડવા પટેલ સમાજના ચમનભાઇ સવસાણીએ જણાવેલ કે ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ રૂા. ૧૦૦ની નજીક પહોંચાડી દીધો છે મહિને ૧૦ થી ૧૫ હજાર કમાનારાઓના ઘર કેમ ચાલે? દુધ, દહિંમાં અંગ્રેજોના સમયમાં પણ ટેક્‍સ ન હતો જે આજે ભાજપ સરકારમાં લાગી  રહ્યો છે.

કોરોના કાળમાં દવામાં ભરપૂ કાળાબજાર થયા હતા. લોકોને દવાઓ ન મળતા અનેક લોકોના જીવ ગયા હતા. હાલના ભાજપના શાસનમાં સામાન્‍ય લોકોનું જીવન દોહલું થઇ ગયું છે. સરકારી શાળાઓ બંધ કરી ખાનગી શાળાઓને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે.

વિધાનસભાની ચુંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ રાજકોટ-૬૯ માં ચમનભાઇ સવસાણી, ૭૧ વિધાનસભામાં ૭૪ જેતપુર-જામ કંડોરણા વિધાનસભામાંથી  પૂર્વ એ એસ આઇ દેવશીભાઇ બોરીચા, ૭૫ ધોરાજી ઉપલેટામાંથી પ્રભાતભાઇ સોલંકીને ટિકીટ આપી છે.

તસ્‍વીરમાં ચમનભાઈ સવસાણી (પ્રદેશ સચિવ બ.સ.પા.) (મો.૯૮૭૯૩ ૦૯૫૧૧), દિનેશભાઈ પડાયા (જિલ્લા પ્રભારી બ.સ.પા.), માધુભાઈ ગોહેલ (જિલ્લા કાર્યાલય મંત્રી), દિપકભાઈ પરમાર (જિલ્લા સચિવ), દિલીપભાઈ નગવાડીયા (પૂર્વ જિલ્લા પ્રમુખ), વાલજીભાઈ વાઘેલા (૬૯- વિધાનસભા પ્રમુખ),  સુદર્શન સહાની (૬૮ વિધાનસભા મહાસચિવ) નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:45 pm IST)