Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

લોઠડાના કારખાનેદારને કંપનીના મેનેજરની ઓળખ આપી ડિલરશીપના નામે ર૬.૬૮ લાખની ઠગાઇ

સામ્રાજય એપાર્ટમેન્‍ટમાં રહેતાં મહેશ કોટડીયાની સાયબર ક્રાઇમમાં ફરીયાદ

રાજકોટ, તા. ૧૮ :  લોઠડા ગામમાં આવેલ દિપ મેટલ નામનું કારખાનું ધરાવતા કારખાનેદારને ગઠીયાએ એર્થર કંપનીના મેનેજરની ઓળખ આપી પોતાની કંપનીમાં ડીલરશીપ આપવાના નામે વિશ્વાસમાં લઇ અલગ અલગ ડોકયુમેન્‍ટ મંગાવી  કારખાનેદારના બેંક એકાઉન્‍ટમાંથી ઓનલાઇન રૂા. ર૬,૬૮,૧૭૪ ની  રકમ  ટ્રાન્‍સફર કરી છેતરપીંડી આચાર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ, કે.વી. હોલ પાસે સામ્રાજય એપાર્ટમેન્‍ટમાં બી/૧ /૧૧ માં રહેતા  લોઠડા ગામમાં દીપ મેટલ નામનું કારખાનું ધરાવતા મહેશભાઇ ઉકાભાઇ કોટડીયા (ઉ.વ.૩૩) એ  સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્‍યું છે ગત તા. ૬-૮ના રોજ પોતાના ફેસબુકમાં એક પોસ્‍ટ આવેલ જેમાં એર્થર એર્નજી એજન્‍સીની ડીલરશીપની પોસ્‍ટ હતી જેની પોતે ઇન્‍કવારી કર્યા બાદ પોતાના મોબાઇલમાં એક ફોન આવેલ અને કહેલ કે એર્થર એજન્‍સીની કંપનીમાંથી મેનેજર બોલુ છું.  તમારે આ ડીલરશીપ લેવા બાબતે માહિતી આપી હતી.  અને તા. રપ-૮ ના રોજ કંપનીના ઇમેઇલ એડ્રેસ પર ડોકયુમેન્‍ટ મોકલ્‍યા હતા ત્‍યારબાદ આરોપીએ પોતાને વિશ્વાસમાં લઇ પોતે મોકલેલા ડોકયુમેન્‍ટનો ગેરઉપયોગ કરી પોતાના બેંક એકાઉન્‍ટમાં કટકે કટકે રૂા. ર૬,૬૮,૧૭૪ ઓનલાઇન ટ્રાન્‍સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હતી. આ અંગે પી.એસ.ઓ. દીપકભાઇ પંડીતે ગુન્‍હો દાખલ કરાવતા પી.આઇ. કે.જે. મકવાણા વધુ તપાસ કરેલ છે.

(4:51 pm IST)