Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

લોકોએ ઠંડીથી બચવા ગરમ કપડા તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો

વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ તેમજ બીમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ ઘરમાં જ રહેવુ

રાજકોટ :શિયાળાની ઋતુ દરમ્યાન હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેથી દરેક લોકોએ ઠંડીથી બચવા ગરમ કપડા તેમજ સ્વેટર, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરવો, વધુ ઠંડી હોય ત્યારે મોટી ઉંમરના વૃધ્ધ તેમજ બીમાર વ્યક્તિઓ અને નાના બાળકોએ ઘરમાં જ રહેવુ, ઠંડી દરમીયાન વધુ કેલેરીવાળો ખોરાક લેવો તેમજ સવારના સમયે ઠંડીથી બચવા સુર્યતાપમાં રહેવું. ઘરના બારીબારણા બંધ રાખવા, ઠંડીની અસર હેઠળ કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલીક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરી જરૂરી સારવાર મેળવી લેવી. પશુધનને ઠંડીથી બચાવવા પવનના સીધા સંપર્કમાં ન આવે તે માટે રાત્રી દરમ્યાન પશુ રહેણાકને ચારે બાજુથી ઢાંકીને રાખવા માટે દરેક પશુપાલકોને અનુરોધ કરવાનાં આવે છે. તેમ વિંછીયા મામલતદારની યાદીમાં જણાવાયું છે

(11:41 pm IST)