Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોટા દડવામાં સમાધાનનો ખાર રાખી ભાવેશભાઇ ઉપર ૩ શખ્‍સોનો છરી-પાઇપથી હુમલો

રાજકોટ, તા., ૧૯: આટકોટના મોટા દડવા ગામે સમાધાનનો ખાર રાખી યુવાન ઉપર ત્રણ શખ્‍સોએ છરી અને પાઇપથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ મોટા દડવા ગામે રહેતા ભાવેશ જયતાભાઇ ડાંગર ઉપર તે જ  ગામના પ્રવીણ બાવાભાઇ ડાંગર, વિશાલ પ્રવિણભાઇ ડાંગર તથા અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સે છરી, પાઇપ અને ધોકાથી હુમલો કરી તેમજ ઢીકા પાટુનો માર મારી ઇજા કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્‍ત ભાવેશભાઇના ટ્રકના ડ્રાઇવર અગાઉ આરોપીના ટ્રક ચલાવવા માટે લઇ ગયેલ હતા તે બાબતે સમાધાન થયેલ તે બાબતનો ખાર રાખી ઉકત ત્રણેય શખ્‍સોએ હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્‍ત ભાવેશભાઇની ફરીયાદ ઉપરથી આટકોટ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)