Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જનસેવા ટ્રસ્‍ટ દ્વારા વાર્ષિક સમારોહ : સંગીત સંધ્‍યા સાથે સેવારત્‍નોનું સન્‍માન

રાજકોટઃ જનસેવા ટ્રસ્‍ટ દ્વારા પારસ કોમ્‍યુનીટી હોલમાં વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. સંસ્‍થાની વિશેષતા એ છે કે કોઈપણ જાતના નાત-જાતનાં ભેદભાવ વગર મોટી બિમારીમાં જરૂરિયાતમંદ હોય તેવા  હાર્ટ, કેન્‍સર, કીડની ફેઇલ્‍યોર, થેલેસેમિયા, પેરાલીસીસ  વગેરે દર્દીઓને દવા, તબીબી તથા અન્‍ય મેડીકલ સહાય આપવામાં આવે છે જેમાં કાયમી બીમારીમાં  સંસ્‍થા મેડીકલ સ્‍ટોર્સમાં થી દવા પૂરી પાડે છે. કીડની ફેઇલ્‍યોરનાં દર્દીઓને ડાયાલીસીસમાં તથા હીમોગ્‍લોબીનનાં ઈન્‍જેકશન પૂરા પાડે છે. કેન્‍સરનાં દર્દીઓને ડાયરેકટ કેન્‍સર હોસ્‍પીટલનાં નામનો  ચેક આપીને મદદ કરે છે. હોસ્‍પીટલાઈઝેશન, ઓપરેશન તથા લેબોરેટરી ચેકઅપમાં સંસ્‍થા નકકી કરેલ મર્યાદામાં ચેક આપીને મદદ કરે છે. ગરીબ દર્દીઓને જરૂર પડયે લોહી પણ પૂરૂ પાડે છે. આ સંસ્‍થા દ્વારા પ્રથમ નવા જુના ગીતોની સંગીત સંધ્‍યાનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં પ્રખ્‍યાત સિનિયર ફીઝીસીયન ડો. રાજેશ તૈલી દવારા ઓર્ગન ડોનેશન ઉપર માહીતગાર કરાયા હતા ત્‍યાબાદ ડો. બબીતાબેન હપાણીએ કેન્‍સર અવેરનેસ વિશે રસપ્રદ વ્‍યાખ્‍યાન અપાયું હતું.  ત્‍યારબાદ જીલ્લા પંચાયતના ઓફીસર નિખિલ જાદવ દ્વારા આયુષ્‍યમાન કાર્ડ યોજના વિશે સોેને માહીતગાર કરવામાં આવેલ. આ સમયે  સ્‍વામી વિવેકાનંદ યુથ કલબનાં  અનુપમભાઈ દોશી, કરૂણા ફાઉન્‍ડેશન એનીમલ હેલ્‍પલાઈનનાં મીતલભાઈ ખેતાણી, પ્રયાસ ફાઉન્‍ડેશનનાં રાષ્‍ટ્રપતીચંદ્રક એવોર્ડ વિજેતા  પૂજાબેન પટેલ તથા ભાસ્‍કરભાઈ પારેખ, રધુવંશી મહીલા અગ્રણી સેવાકીય રત્‍ન શ્રીમતી શોભનાબેન કારીયા, સેવારત્‍ન  હસમુખભાઈ ટોળીયા, અંધમહિલા વિકાસ ગળહના  કલ્‍યાણીબેન જોશીનું સન્‍માન કરાયુ હતું. ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ દ્વારા સંસ્‍થાની કામગીરીને વખાણી સોેને કાર્ય માટે પ્રેરણા આપેલ હતી.  ત્‍યારબાદ સંસ્‍થાનાં કાર્યોની આછેરી ઝલક  જનસેવા ટ્રસ્‍ટનાં  અજયભાઈ વખારીયા દ્વારા આપવામાં આવેલ હતી. આ પ્રસંગે કીરણભાઈ શાહ-ગારડી કોલેજ, જૈન અગ્રણી સી.પી. દલાલ, સોનમ કલોકનાં  જયેશભાઈ શાહ, જયંતભાઈ અગ્રવાલ પણ હાજર રહયા હતા.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ  અજયભાઈ વખારીયા તેમજ સમીરભાઈ કામદાર, હરેશભાઈ વીંછી, ફીરોઝભાઈ ચારણીયા, ડો. નિશિથકુમાર સંઘવી, ડો. દિપક રાયચુરા સાહેબ, કિશોરભાઈ પારેખ,હીરેનભાઈ કામદાર, રાજેશ્વરીબેન જોષી, દિવ્‍યાબેન વ્‍યાસ, સીએ કૈરવ ઠાકર, આશીક શાહ, મોહિત શાહ તથા જીવદયા ગ્રુપ-રાજકોટ ના સર્વે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

(3:32 pm IST)