Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

હસ્‍તકલા પ્રદર્શન

વિકાસ આયુકત (હેન્‍ડીક્રાફટ) વષા મંત્રાલય ભારત સરકારના સહયોગથી કચ્‍છ હસ્‍તકલા સંરક્ષણ પ્રોડયુસર લી. ભુજ કચ્‍છ દ્વારા આયોજીત ‘હેન્‍ડિક્રાફટ એકઝીબીશન કમ સેલ'નું આયોજન કરાયુ હતુ. જેનું ઉદ્દઘાટન આનંદ મેરાણી અને પી.આર. જોષીના હસ્‍તે કરાયુ હતુ. જેમાં કચ્‍છ તેમજ બનાસકાંઠાના કારીગરો દ્વારા બનાવેલ હસ્‍તકલાની વિવિધ વસ્‍તુઓ પ્રદર્શન કમ વેંચાણ અર્થે મુકાઇ હતી. સમગ્ર સંચાલન દાદુજી સોઢા અને પ્રવિણકુમાર છગનલાલ ગોરડીયાએ સંભાળ્‍યુ હતુ. આ હસ્‍તકલા પ્રદર્શન તા. ૨૩ સુધી કે. કે. વી. હોલ, કાલાવડ રોડ ખાતે ખુલ્લુ રહેશે. રસ ધરાવતા સૌ કોઇને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:32 pm IST)