Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા G-20 થીમ પર રંગોળી

એક પૃથ્‍વી, એક કુટુંબ, એક ભવિષ્‍યની થીમ ઉપર ભારતમાં ૨૦૨૩માં વિશ્વના લોકપ્રિય આપણા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની અધ્‍યક્ષતામાં G20ની બેઠક યોજાશે. આ બેઠકમાં વિશ્વના ૨૦ દેશોના પ્રેસિડેન્‍ટ, ડેલીગેટસ અને રાજદ્વારી સહીતના મોટી સંખ્‍યામાં વિદેશી મહેમાનો ભારતની મુલાકાત લેશે. જેઓ એકતાને પ્રોત્‍સાહન આપવા માટે તેમના સુર વ્‍યક્‍ત કરશે. તેમના ઉદેશ્‍યને જાગૃત કરવા રાજકોટ જીલ્લા ભાજપા મહિલા મોરચાના અધ્‍યક્ષ મતિ સીમાબેન જોશી, મહામંત્રી જીજ્ઞાબેન પટેલ,  અસ્‍મિતાબેન રાખોલીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લાના તમામ મંડલોમાં G20ની Welcome India રંગોળી રચી, ભારત દેશનો રાષ્ટ્રધ્‍વજ પ્રદર્શિત કરી ઉપસ્‍થિત નગરજનોને G20 વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રસીલાબેન પાંભર,  રેખાબેન સીણોજીયા, ઉપલેટા શહેર પ્રમુખ ફાલ્‍ગુનીબેન પરમાર, મહામંત્રી અનીતાબેન ચૌહાણ, ઉપલેટા તાલુકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, મહામંત્રી વિપુલાબેન શિંગાળા, ભાયાવદર શહેર પ્રમુખ ભાવીશાબેન ફળદુ, મહામંત્રી ગીતાબેન બરોચીયા, ધોરાજી શહેર પ્રમુખ વિશાખાબેન વઘાસીયા, મહામંત્રી ધર્મિષ્ઠાબેન ચાવડા, ધોરાજી તાલુકા પ્રમુખ હંસાબેન ભૂત, મહામંત્રી તારાબા વાઘેલા, જામકંડોરણા તાલુકા પ્રમુખ મનીષાબેન બાલધા, મહામંત્રી આરતીબેન ગોહેલ, જેતપુર શહેર પ્રમુખ રીનાબેન દવે, મહામંત્રી રસીલાબેન સાવલીયા, જેતપુર તાલુકા પ્રમુખ હિરલબા સગર, મહામંત્રી જયોસ્‍તનાબેન શિંગાળા, ગોંડલ શહેર પ્રમુખ દક્ષાબેન દુધાત્રા, મહામંત્રી મોનાબા પરમાર, ગોંડલ તાલુકા પ્રમુખ રીટાબેન ભાલોડી, મહામંત્રી એકતાબેન ધોરાજીયા, કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ પુજાબેન વાઘેલા, મહામંત્રી ચંદ્રિકાબેન મકવાણા, લોધિકા તાલુકા પ્રમુખ જીજ્ઞાશાબેન રૈયાણી, મહામંત્રી મિતલબેન ગૌસ્‍વામી, રાજકોટ તાલુકા પ્રમુખ શીતલબેન ડાભી, મહામંત્રી કાજલબેન પૂર્ણવૈરાગી, પડધરી તાલુકા પ્રમુખ નિર્મળાબેન તડવી, જસદણ શહેર પ્રમુખ રસ્‍મીતાબેન બડમાલીયા, મહામંત્રી રસીલાબેન હોતવાણી, જસદણ તાલુકા પ્રમુખ વીણાબેન બારોટ, મહામંત્રી આશાબેન ચાવડા, વિછીયા તાલુકા પ્રમુખ રેખાબેન બાવળીયા, મહામંત્રી હર્ષાબેન ઓળકીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:33 pm IST)