Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

દર્શન સેદાણીનું વ્‍યાખ્‍યાન

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત તથા સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત ગુજકોસ્‍ટ પુરષ્‍કૃત શ્રી ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર- રેસકોર્ષ ખાતે ‘ઈમર્સીવ મિડીયા ટેકનોલોજી- ફયુચર ઈઝ હીયર ટુડે' વિષય પર રાજકોટના અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્‍ધ એવા શ્રી દર્શન સેદાણીનું એક રસપ્રદ વ્‍યાખ્‍યાન રાખવામાં આવેલ. આપણે સર્વે જાણીએ છીએ કે એકવીસમી સદીમાં મિડિયાનું મહત્‍વ કેટલું છે. તેમાં કેવા પ્રકાની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને ભવિષ્‍યમાં થશે તે વિષે રસપ્રદ રીતે પાવર પ્રેઝન્‍ટેશન દ્વારા સમજાવ્‍યું, આપણેને જણાય આヘર્ય થાય તેવી ટેકનોલોજી આજે જોવા મળે છે. અંગ્રેજી ફિલ્‍મોમાં સ્‍ટારવોર્સ, જુરાસિક પાર્ક, અવતાર વગેરેમાં જે આヘર્યકારક દ્રશ્‍યો જોવા મળે છે. તેનું ક્રિએશન કઈ રીતે કરવામાં આવી રહ્યું છે. તેનું નિદર્શન કરેલું ઉપરાંત આજે હોલોગ્રાફિક ટેકનિક વડે વિવિધ મોલમાં થતી જાહેરાતો કઈ રીતે શકય બને છે. તેનું નિરૂપણ કરેલું પ્રવચનના અંતે પત્રકારત્‍વ ક્ષેત્રે અભ્‍યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ પ્રશ્ન પુછી ચર્ચા કરેલી, સ્‍વાગત પ્રવચન કેન્‍દ્રના નિયામક ડો.રમેશભાઈ ભાયાણીએ કરેલ તેમજ વકતાનો પરીચય કેન્‍દ્રના ટ્રસ્‍ટી કે.ટી. હેમાણીએ આપેલ.

(3:33 pm IST)