Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મનપાની વધુ ૬૮ મિલ્‍કતોને ટાંચ જપ્‍તીની નોટીસ ૫૪ લાખની રિકવરી

રાજકોટ : મનપાની વેરા-વસુલાત શાખા દ્વારા આજે કુલ-૧૨ મિલ્‍કતોને શીલ કરેલ તથા ૬૮-મિલ્‍કતોને ટાંચ જપ્‍તી નોટીસ અપાયેલ. જ્‍યારે રૂા. ૫૪.૩૭ લાખની રીકવરી કરેલ છે. જે અંતર્ગત વોર્ડ નં. ૩માં ગાયકવાડી વિસ્‍તારમાં ‘ઇલા કુંજ' ‘સરોજ વિલા' ૮-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. વાલ્‍મીકી વાડી વિસ્‍તારમાં ૬-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. વોર્ડ નં. ૪માં મોરબી રોડ પર આવેલ મધુવન સોસાયટીમાં ૨ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. વોર્ડ નં. ૬માં સંતકબીર રોડ પર આવેલ ‘ગોપાલ શોપીંગ સેન્‍ટર'માં ૨ યુનિટને સીલ મારેલ.વોર્ડ નં. ૭માં ઢેબર રોડ પર આવેલ ૪-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. ઢેબર રોડ વન-વે પર આવેલ ‘વૃંદા આર્કેડ'માં ૫-યુનિટને શીલ મારેલ.  વોર્ડ નં. ૧૦માં શિવ આરાધના સોસાયટીમાં ૩-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. વોર્ડ નં. ૧૩માં સમ્રાટ ઇન્‍ડ. એરીયામાં ૯-યુનિટને નોટીસ આપેલ. વોર્ડ નં. ૧૪માં કેવડાવાડી વિસ્‍તારમાં આવેલ ‘ધન વર્ષા' બિલ્‍ડીંગમાં ૪-યુનિટને નોટીસ આપેલ.વોર્ડ નં. ૧૬માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૪-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્‍તી નોટીસ આપેલ. આ કામગીરી આસી મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેકટરો દ્વારા આસી. કમિશ્‍નર સમીર ઘડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:36 pm IST)