Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

બેંક ઓફ બરોડા દ્વારા બાઇક રેલી

રાજકોટઃ બેંક ઓફ બરોડા દ્વારા સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા પખવાડા નિમિતે આયોજીત બાઇક રેલીમાં બેંકના જનરલ મેનેજરશ્રી વિજયકુમાર બાસેઠા, ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી જે.બી.રોહલા, વિઝનલ માર્કેટીંગ મેનેજર શ્રી નિતેશ વૈષ્‍ણવ તથા અન્‍ય સ્‍ટાફ મીત્રો જોડાયા હતા. આ બાઇક રેલી જયુબેલી શાખાથી શરૂ થઇ રેસકોર્ષ રીંગરોડ થઇ કોટેચા ચોક ખાતે પૂર્ણ થયેલ હતી. લોકોને સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતતા દાખવવા બેંક ઓફ બરોડા દ્વારા અપીલ કરવામાં આવી હતી.

(3:36 pm IST)