Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રાજકોટ એન્‍જીનીયરીંગ એસો.ના પુર્વ પ્રમુખ ગોકુલ સગપરીયાના હાઇકોર્ટમાં આગોતરા જામીન રદ

હાઇકોર્ટના પ્રોસીડીંગ્‍સ મીડલીડ કરવાના ગુનામાં સંડોવાયેલ

રાજકોટ,તા.૧૯ : રાજકોટના એન્‍જીનીયરીંગ એશોસીયેશનના પુર્વ  પ્રમુખ ગોકુલ સગપરીયા તેની સામેની બળત્‍કારના કેસની ફરીયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં કરેલ પીટીશનમાં ગોકુલ સગપરીયાએ દિનાબેન સોલંકીના નામની મહીલાની બનાવટી સહી વાળી અરજી સોગંદનામા સાથે રજુ કરી દુષ્‍કર્મની ફરીયાદ ૨૬ કરાવવા હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા કરેલ કોશીષવાળા કેસમાં ગોકુલ સગપરીયાની આગોતરા જામીન અરજી રાજકોટની સેશન્‍સ અદાલતે રદ કયા બાદ હાઈકોટ દ્વારા પણ રદ કરતો હુકમ ફરમાવી ગુન્‍હો ગંભીર પ્રકારનો માની જામીન અરજીના તબકકે એસ.પી. ને જાતે તપાસ જોવાનો ભાગ્‍યે જ થતો હુકમ ફરમાવતા ચચાનો વિષય બની ગયેલ છે.

 કેસની હકીકત જોઈએ તો, અગાઉ દુષ્‍કર્મનો ભોગ બનનાર મહીલાએ ગોકુલ બાબુભાઈ સગપરીયા વીરૂધ્‍ધ દુષ્‍કર્મની ફરીયાદ નોંધાવેલ હોય જે કામમાં ફરીયાદીએ વકીલ તરીકે સંજય પંડીતને રોકેલ હોય તેની સાથે ફરીયાદીને અણ બનાવ બનતા ફરીયાદીએ વકીલ તરીકેથી હટાવી દીધેલ હોય જેથી આરોપીઓએ ફરીયાદી તથા દિનાબેનના પતિ વચ્‍ચેના ગેરકાયદેસરના ખોટા સબંધો બતાવી ફરીયાદીના ચારીત્રને નુકશાન થાય તે ઈરાદાથી ગોકુલ સગપરીયાની પીટીશનને ફાયદો થાય અને ફરીયાદીની ગોકુલ સગપરીયા સામેની બળત્‍કારની ફરીયાદ ૨દ થાય તેવા બદ હેતુથી દિનાબેન સોલંકીનો સ્‍વાંગ રચી તેણીના નામની ખોટી અરજી ઉભી કરી તે અરજીમાં ખોટી, બનાવટી સહી કરી તે બનાવટી હોવાનું જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે ખોટુ સોગંદનામું કરી પુરાવા તરીકે ખોટુ કથન તેમજ ખોટો એકરાર કરી ખોટો પુરાવો આપી ખોટા નામે ઠગાઈ કરી સમાન ઈરાદો પાર પાડવા કાવત્રાને અંતીમ અંજામ આપી એકબીજાને મદદગારી કર્યા સબંધેની ફરીયાદ પુજાબેન ભરતભાઈ આડેસરાએ (૧)ડોલી બીરવાણ (૨) સંજય પંડીત (૩) ગોકુલ સગપરીયા વીરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદી પુજાબેન આડેસરા દ્વારા તા.૧૮/૦૮/૨૦૨૨ના ગુન્‍હો દાખલ કરાવવામાં આવેલ.

 ઉપરોક્‍ત ફરીયાદ અન્‍વયે એન્‍જીનીયરીંગ એશોશીયેસનના પુર્વ પ્રમુખ ગોકુલ બાબુભાઈ સગપરીયાએ પોતાની સંભવીત ધરપકડ સામે રાજકોટની સેશન્‍સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ જે નામંજુર થતા તે હુકમને હાઈકોટમાં પડકારવામાં આવેલ હતો

 તમામ પક્ષના વકીલોની રજુઆતો, તપાસના કાગળો, કેસની હકીક્‍તો, આક્ષેપોના પ્રકાર, ગુન્‍હાની ગ્રેવીટી, આરોપીનો દર્શાવવામાં આવેલ રોલ, સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રસ્‍થાપિત કરેલ સિધ્‍ધાંતો, ફરીયાદીની ફરીયાદ માંહેના એવરમેન્‍ટસ લક્ષે લેતા તેમજ  અરજદારનો ગુન્‍હાના કામે પ્રથમ દશૈનીય રોલ પ્રસ્‍થાપિત થયેલ હોય ત્‍યારે જામીન રદ કરવા માટે કસ્‍ટોડીયલ ઈન્‍ટ્રોગેશન પણ જરૂરી હોવાનું એક કારણ હોય તેમજ કેસની હકીક્‍તો જોતા અરજદારની તરફેણમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરવો મુનાસીફ ન હોવાનું માની આગોતરા જામીન અરજી સેશન્‍સ અદાલત બાદ હાઈકોટ ધ્‍વારા પણ રદ કરતો હુકમ ફરમાવેલ છે અને તેજ હુકમમાં ગુન્‍હાની ગંભીરતા લક્ષે લઈ સબંધીત એસ.પી. એ જાતે મેટર સંભાળી જાતે જોવાનો હુકમ પણ કરતા જામીન અરજીના કામે આવો લંબાણ પુર્વકનો ડાયરેકશનવાળો સમાચીન્‍હરૂપ ચુકાદો આપવામાં આવતા ચચાનો વિષય બની ગયેલ હતો.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી પુજાબેન આડેસરા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્‍સ રામાણી, ભરત વેકરીયા તથા હાઈકોટમાં પાર્થ કોન્‍ટ્રાકટર રોકાયેલ હતા

(3:51 pm IST)