Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મિત્રની લેણી રકમ ચુકવવા આપેલ ૧૦ લાખના ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા-દંડ ફટકારતી કોર્ટ

રાજકોટ,તા.૧૯ : નડીયાદમાં એસ.આર.પી. ટ્રેનીંગ સેન્‍ટર વિસ્‍તારમાં રહેતા ચંદ્રરાજસિંહ જયવંતસિંહ ગોહિલે મિત્રતાની રૂએ લીધેલ રૂપીયા દસ લાખની રકમ પરત ચકવવા આપેલ ચેક પરત ફરતા થયેલ ફરીયાદના કામે કેસ ચાલી જતા આરોપીને એક વર્ષની સજા તથા દંડનો હુકમ થયેલ છે.

 આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના રેલનગરમાં રહેતા યવરાજસિંહ કિશોરસિંહ વાઘેલાએ તેમના મિત્ર તેમજ જ્ઞાતતિબંધ આરોપી ચંદરાજસિંહ જયવંતસિંહ ગોહિલ રહે.એસ.આર.પી. ટ્રેનીંગ સેન્‍ટર નડીયાદવાળાએ ફરીયાદી સાથે વર્ષોથી સંબંધ હોય જેની રૂએ ફરીયાદી પાસેથી રૂપીયા દસ લાખ પોતાના અંગત ઉપયોગ તથા ઘરના ઉપયોગ માટે જરૂરીયાત થતાં ફરીયાદી પાસેથી લીધેલ હતા. જે રકમ ચકવવા આરોપી દ્દારા ફરીયાદીને પોતાની સહી તથા ફરીયાદીના નામ જોગનો રકમ રૂપીયા દસ લાખનો ચેક લખી આપેલ હતો અને જણાવેલ હતું કે,સદર ચેક નિયત સમયે બેંકમાં વટાવવા માટે રજુ કરતા વટાવાય જઈ અને ફરીયાદીને તેમની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત મળી જશે તેવ વચન અને વિશ્વાસ આપેલ હતા.

આથી આરોપી દ્વારા ફરીયાદીને આપેલ ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા માટે રજૂ કરતા સદરહું ચેક ‘‘ફન્‍ડસ ઈનસફીસીયન્‍ટ'' (અપુરત ભંડોળ)ના શેરાવાળા મેમો સાથે પરત ફરેલ હતો. રૂપીયા દસ લાખનો ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીને નોટીસ પાઠવી કાયદેસરની લેણી નિકળતી રકમની માંગણી કરેલ હતી જે નોટીસ આરોપીને મળી ગયેલ હોવા છતાં આરોપી દ્વારા ફરીયાદીની કાયદેસરની લેણી નિકળતી રકમ ચકવેલ ન હતી. જેથી ફરીયાદીએ આરોપી વિરૂઘ્‍ધ રાજકોટની નામદાર અદાલતમાં તેમના એડવોકેટ મારફત નેગોસીયેબલ ઈન્‍સ્‍ટમેન્‍ટ એક્‍ટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ હતી. ફરીયાદીએ પોતાનો કેસ સાબીત કરવા નામદાર અદાલતમાં જૂબાની આપેલ હતી તેમજ જરૂરી દસ્‍તાવેજી પરાવાઓ રજૂ કરેલ હતા. આરોપી દ્દારા ફરીયાદીની વિસ્‍તળત પર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ હતી તેમજ આરોપી તદન નિર્દોષ છે તેવી દલીલો કરેલ હતી.

 બન્ને પક્ષોની દલીલો તેમજ ફરીયાદ પક્ષ દ્વારા રજૂ થયેલ ચૂકાદાઓ અદાલતે ઘ્‍યાને લીધેલ હતા તેમજ  અદાલત દ્વારા સમગ્ર કેસની ન્‍યાયીક મૂલ્‍યાંકન કરી અને સદર કેસનો ચકાદો જાહેર કરેલ હતો જે ચૂકાદામાં  અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવવાનેં માનવામાં આવેલ હત તેમજ ચેકમાં આરોપીની સહી છે જે કબૂલ કરેલ હોય તેમજ કાયદેસરના લેણા પેટેનો ચેક બાઉન્‍સ થયાની ફરીયાદની હકીકત ફરીયાદપક્ષે નિશંકપણે પરવાર કરે છે જેથી આરોપીને ધી નેગીશીયેબલ ઈન્‍સ્‍ટુમેન્‍ટ એક્‍ટની કલમ-૧૩૮ ના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજાનો હુકમ કરેલ હતો વધુમાં એવો હુકમ કરવામાં આવેલ હતો કે આરોપી ચેકની રકમ દસ લાખ એકમાસની અંદર ચુકવી આપે જો સદરહું રકમ ન ચૂકવે તો વધુ એકમાસની સજાનો હુકમ કરેલ હતો.

 આ કામમાં ફરીયાદી વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાદિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વેષ્‍ણવ, વિરમ ધરાંગીયા, નદિમ ધંધકિયા હતા.

(4:47 pm IST)