Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

થેલેસેમીયા મેજર હોવા છતા દીલ દઇને ફરજ બજાવતો રાહુલ અન્‍યો માટે પ્રેરણારૂપ

કાયમી કરવા અને વડાપ્રધાન સાથે મુલાકાત માટેની દ્રઢ ઇચ્‍છા

રાજકોટ તા. ૧૬ : નાનપણથી થેલેસેમીયા મેજરના દર્દી અને હાલ છેલ્લા બે ત્રણ વર્ષથી મહાનગરપાલીકામાં કોન્‍ટ્રાકટ બેઇઝ પર કામ કરી રહેલ રાહુલ ભરતભાઇ મલસાતરે પોતાને કાયમી કરી આપવા નમ્રપણે અરજ કરી છે.

તેણે જણાવ્‍યુ છે કે થેલેસેમિયા મેજર હોવાના કારણે દર પંદર દિવસે લોહીના યુનીટ ચડાવવા પડે છે. દરરોજ ૧૦ જેટલી ટેબ્‍લેટ ગળવી પડે છે. તેમ છતા હિમ્‍મત હાર્યા વગર સંઘર્ષમય જીવન પસાર કરૂ છુ. આવી પરિસ્‍થિતિ વચ્‍ચે પણ મે મહાનગરપાલીકામાં કોન્‍ટ્રાકટ બેઇઝ પર ઓફીસ વર્ક ચાલુ કરેલ હોય અન્‍યો માટે પ્રેરણારૂપ દાખલો બન્‍યો છે. જે બદલ ગુજરાત સરકાર દ્વારા મારૂ સન્‍માન કરાયુ હતુ.

કોરોના સમયમાં પણ મે સી.એમ. કેર ફંડ અને પી.એમ. કેર ફંડમાં ફાળો નોંધાવ્‍યો હતો. રામ મંદિર માટે પણ અનુદાન આપેલ. કોરોના વોરીયર્સ તરીકે પણ સમાજ સેવી સંસ્‍થાઓ દ્વારા સન્‍માન કરાયુ હતુ.  રાષ્‍ટ્રપતિ એવોર્ડ, મુખ્‍યમંત્રી એવોર્ડ સહીત અનેક સન્‍માનો મળ્‍યા છે.

ત્‍યારે આ સંઘર્ષ અને સેવાઓને ધ્‍યાને લઇ કોન્‍ટ્રાકટ બેઇઝમાંથી કાયમી કર્મચારીમાં લેવા પત્રના અંતમાં રાહુલ મલસાતર (મો.૯૦૯૯૭ ૮૫૦૪૦)એ માંગણી ઉઠાવી છે. તેમજ એક વખત વડાપ્રધાનને મળવાની પણ ઇચ્‍છા વ્‍યકત કરી છે.

(3:48 pm IST)