Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ઢોલરાની શિક્ષક શરાફી મંડળીના મંત્રીનો ઉચાપત કેસમાં નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૯ : ઢોલરાના શિક્ષક શરાફી મંડળીના મંત્રીનો રોકડ રકમની ઉચાપતના કેસમાં નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છ.ે

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે તા.ર૦/૯/ર૦૦ર ના રોજ ફરીયાદી આપેલ ફરીયાદીની ફરીયાદ અનુસાર શ્રી લોધીકા તાલુકા શિક્ષક સહકારી મંડળી, ઢોલરાના જે તે વખતના મંત્રી ધિમ્‍મતલાલ વાજાએ મંડળીમાંથી તા.૧/૭/૧૯૯૭ થી તા.૩૦/૬/૧૯૯૯ દરમ્‍યાન રૂા.પ૭૧૯૯ ની કામચલાઉ ઉચાપત કરેલ હતી, જે અંગે જાણ થતા જીલ્લા રજીસ્‍ટ્રારના પત્રથી મળેલ ઓથોરીટીની રૂએ ફરીયાદીએ તપાસ કરતા વિ.એચ.પંડયાએ જે તે વખતે મંડળીનું ઓડીટ કરતા ઓડીટ રીપોર્ટના આધારે સદરહુ મંડળીમાં મંત્રી ધિમ્‍મતલાલ વાજા કે જેઓએ કામચલાઉ ઉચાપત કરેલ હોવાનું સ્‍પષ્‍ટ માલુમ પડેલ જેથી તમામ પુરાવાઓ એકત્રીત કરી ફરીયાદીએ તેમને મળેલા અધિકારની રૂએ આઇ.પી.સી.કલમ ૪૦૮ મુજબની લોધીકા પોલીસ સ્‍ટેશનમાં લેખીત ફરીયાદ કરેલ હતી. સદરહું ફરીયાદ દાખલ થતા લોધીકા પોલીસ સ્‍ટેશનના એ.એસ.આઇ. આર. એચ.લખતરીયાએ સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ કરેલ અને આરોપીના કબજામાં રહેલ તમામ સાહિત્‍ય કબજે કરી મંડળીમાં ભોગ બનેલ સભ્‍યોના નીવેદન નોંધેલ, અને સમગ્ર તપાસના અંતે તમામ પુરાવાઓ એકત્રીત કરી આરોપી વિરૂધ્‍ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ કેસ તાજેતરમાં  લોધીકા કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે ફરીયાદી તથા સાહેદોની જુબાની નોંધવામાં આવેલ. બચાવ પક્ષના વકીલએ તમા સાક્ષીઓની ધારદાર ઉલટ તપાસ કરેલ અને કેસના અંતે ફરીયાદી તરફે સરકારી વકીલએ અને ેઆરોપી તરફે બચાવના વકીલએ દલીલો કરેલ અને તમામ દલીલોના અંતે લોધીકાના પ્રિન્‍સીપાલ સીવીલ શ્રી એમ.એ. પીપરાણી સાહેબે બચાવપક્ષની દલીલોને માન્‍ય રાખી આરોપી ધિમ્‍મતલાલ વાજાને તમામ આરોપોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છ.ે

આ મહત્‍વના ચુકાદામાં આરોપી તરફે વકીલ પિયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા, સચીન તેરૈયા, મોહિત લિંબાસીયા, રવિ ઠુમ્‍મર, અનિલ રાદડીયા, નિલેષ ભગત તથા ધનરાજ ધાધલ રોકાયેલા હતા.

(3:50 pm IST)