Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સુરક્ષા અને સલામતી અંતર્ગત પી.ડી. એમ. કોલેજમાં પોલીસ દ્વારા લોક દરબાર

રાજકોટઃ  માલવીયાનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં રહેતા લોકો સુરક્ષીત અને સલામત રહે અને વ્‍યાજખોરી અંગેના પ્રશ્નોના નિવારણ માટે આજે માલવીયાનગર પોલીસ દ્વારા ગોંડલ રોડ પી.ડી.એમ.કોલેજમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ લોકદરબારમાં ત્રીસથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં બે અરજદારે પોતાના પ્રશ્નોની પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. આ પ્રસંગે ઇન્‍ચાર્જ એસપી વી.જી.પટેલ, માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ આઇ.એન.સાવલીયા, પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી તથા સ્‍ટાફે અરજદારોને સાંભળ્‍યા હતા.

(3:52 pm IST)