Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

નવાગામમાં યુવાનની હત્‍યાનો પ્રયાસ અને એટ્રોસીટીના ગુનામાં સામેલ મોતી ઝાપડાને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

ક્રાઇમ બ્રાંચે કુવાડવા ગામ પાસેથી દબોચ્‍યો : નાનાભાઇની થયેલી હત્‍યા બાબતનો ખાર રાખી રવિભાઇ પરમાર ઉપર જીવલેણ હુમલો થયો'તો

રાજકોટ,તા. ૧૯ : નવાગામ સોખડા રોડ પર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનારા શખ્‍સને ક્રાઇમ બ્રાંચે કુવાડવા ગામમાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નવાગામમાં રહેતા રવિભાઇ મોહનભાઇ પરમાર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં ચાલીને જતા હતા. ત્‍યારે એક વર્ષ પહેલા છગન ગેલાભાઇ ઝાપડાની હત્‍યા થઇ હતી તે બાબતનો ખાર રાખી મોટોભાઇ મોતી ઝાપડા, નાગજી ઉર્ફે મુન્‍નો  નરશીભાઇ ઝરમરીયા સહિતે બાઇક પર આવી રવિભાઇ પરમારને અપમાનીત કરી ‘તું ઘર પાસે આવતો નહીં' તેમ કહી ઢીકાપાટુનો મારમારી પથ્‍થરના ઘા કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં રવિભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા, વિજયરાજસિંહ જાડેજા, કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ ગઢવી, સહિતે બાતમીના આધારે આરોપી મોતી ગેલાભાઇ ઝાપડા (ઉવ.૩૦) (રહે. સાત હનુમાન સોખડા રોડ ગેસ પ્‍લાન્‍ટની બાજુમાં નિરાંતનગર)ને કુવાડવા ગામમાંથી પકડી લઇ કુવાડવા પોલીસને સોંપ્‍યો હતો

(3:53 pm IST)