Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સોલાર સીટી યોજનાના પાયલોટ પ્રોજેકટ અંગે પેટા પ્રશ્ન પુછતા રર્વીજીભાઇ મકવાણા

રાજકોટઃ મનપાની સામાન્‍ય સભામાં વોર્ડ નં.૧૭ના ભાજપના કોર્પોરેટર રવજીભાઇ મકવાણાએ પણ પેટા પ્રશ્ન પુછયો હતો. રવજીભાઇએ સોલાર સીટી યોજના પાયલોટ પ્રોજેકટ અંગે માહિતી માંગતા અધિકારીઓએ જણાવેલ કે રિન્‍યુએબલ એનર્જીની શરૂઆત ર૦૧રમાં થયેલ. જેમાં મનપાની ઝોન ઓફીસો, ફાયર સ્‍ટેશનો, હેલ્‍થ સેન્‍ટરો, બસ ડેપો, રામનાથપરા સ્‍મશાન, કોમ્‍યુનીટી હોલ, આજી વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ, મનપા હસ્‍તની શાળાઓમાં લાયબ્રેરીઓ તથા સ્‍માર્ટ ઘર આવાસના ૧૧ ટાવરો ઉપર સોલાર યોજના કાર્યરત કરાઇ છ. અત્‍યાર સુધીમાં ૧૧પ૪ કિલો વોટનું ઈન્‍સ્‍ટોલેશન કરવામાં આવ્‍યું છે.

(3:57 pm IST)