Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

હુશેની ચોકના લલુડી વોકળા પાસેનો પુલ જર્જરીતઃ તાકિદે રીપેર કરો

સામાજીક કાર્યકર ડો. અબ્‍દુલ બેલીમ દ્વારા મ્‍યુનિ. કમિશ્‍નરને રજુઆત

રાજકોટ તા. ૧૯: શહેરના રામનાથપરા હુશેની ચોક લલુડી વોકડો પાસેનો પુલ રીપેર કરવા સામાજીક કાર્યકર ડો. અબ્‍દુલભાઇ બેલીમ દ્વારા મ્‍યુનિ. કમિશ્‍નરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ડો. અબ્‍દુલભાઇએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, વિસ્‍તારમાં ગામડા સિપાહી જમાત (ગામડા મુસ્‍લીમ સિપાહી જમાતખાના) પાસે આવેલ લલુડી વોકળી ઉપરનો પુલ ઘણોજ જાુનો હોય હાલ આ પુલ જર્જરીત હોય પુલમાં ગાબડા પડી ગયા હોય આ પુલ ઉપર કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલની લોડબેરીંગ કેપેસીટી ચકાસી તાકિદે રીપેર કરાવવા માંગ કરી છે.

 

વાહ! એક ઓવરમાં શેફાલીની પાંચ ફોર અને એક સિકસર તો ગજબ કહેવાયઃ પીએમ મોદી

વડાપ્રધાને કહયુ,‘ભારતની વર્તમાન વર્લ્‍ડકપની કેપ્‍ટન જેવી ટેલન્‍ટ દેશના દરેક ખૂણામાં છે'

નવી દિલ્‍હીઃ સાઉથ આફ્રિકામાં ગર્લ્‍સ અન્‍ડર-૧૯ ટી૨૦ વર્લ્‍ડકપ રમવા ગયેલી ભારતીય ટીમની કેપ્‍ટન શેફાલી વર્માએ યજમાન સાઉથ આફ્રિકા સામેની મેચમાં બે વિકેટ લીધા પછી જે રીતે બહુમૂલ્‍ય ૪૫ રન બનાવ્‍યા એને ધ્‍યાનમાં લઇને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ શેફાલીની ખૂબ પ્રશંસા કરી હતી અને તેના પર્ફોર્મન્‍સને પથદર્શક ગણાવ્‍યો હતો. એએનઆઇના અહેવાલ મુજબ પીએમ મોદીએ ઉતરપ્રદેશના બસ્‍તી જિલ્‍લામાં આયોજિત સાંસદ ખેલ મહાકુંભ ૨૦૨૨-૨૩'નું વિડીયો કોન્‍ફરન્‍સિંગથી ઉદઘાટન કરતી વખતે સ્‍પીચમાં કહયુ, થોડા દિવસ પહેલા ભારતની અન્‍ડર-૧૯ કેપ્‍ટન શેફાલી વર્માએ એક મેચમાં કમાલનું પર્ફોર્મ કર્યુ. તેણે એક ઓવરમાં પાંચ ફોર અને એક સિકસર ફટકારી કુલ ૨૬ રન ખડકી દીધા, ખરુ કહું તો શેફાલી જેવી ટેલેન્‍ટ આપણા દેશના ખૂણેખૂણામાંથી મળી શકે.

(3:57 pm IST)