Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વીરદાદા જસરાજના શૌર્યદિન નિમિતે જલારામ રઘુકુળ હોસ્‍પિટલમાં રવિવારે સર્વરોગ ફ્રી નિદાન કેમ્‍પ

ઓપરેશન કે અન્‍ય ચેકઅપમાં ૩૦ ટકા ડિસ્‍કાઉન્‍ટઃ દર્દીએ નામ નોંધાવી દેવું

રાજકોટઃ લોહાણા સમાજના સ્‍થાપક એવા સૂર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્‍મેલ લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજના શોર્યદિન નિમિતે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન તા.૨૨ના રવિવારે સવારે ૯ થી ૧ દરમ્‍યાન કરવામાં આવ્‍યું છે.

આ કેમ્‍પમાં એમ ડી મેડિસિન, ગાયનેકોલોજિસ્‍ટ, કેન્‍સર સર્જન, આર્થોસ્‍કોપીક સર્જન, સ્‍કિન સ્‍પેશ્‍યાલીસ્‍ટ, રુમેટોલોજિસ્‍ટ, કાન, નાક, ગળાના સર્જન, જનરલ સર્જન, યુરોલોજિસ્‍ટ સેવા આપશે. ફ્રી ડોકટર કન્‍સલ્‍ટેશન તથા અન્‍ય રિપોર્ટની જરૂર પડે તો ૩૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. હોસ્‍પિટલમાં લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્‍ધ છે.૨૨મીના રવિવારે સવારે ૯ થી ૧ દરમ્‍યાન કેમ્‍પમાં નામ નોંધાવવા માટે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્‍પિટલ, પંચવટી સોસાયટી, શ્રીનાથજી ટાવર પાછળ, અમીન માર્ગ રાજકોટ ખાતે ફોન ૦૨૮૧-૨૪૫૦૫૫૧/૫૨/૫૩, ૭૮૭૪૬ ૦૯૦૦૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.

તસ્‍વીરમાં જલારામ હોસ્‍પિટલના સીઈઓ ડો.હેમંતકુમાર વાર્ષનેય, મયંકભાઈ પાંવ, કિરીટભાઈ પાંધી,  મેહુલભાઈ નથવાણી, કાળુ મામા અને હોસ્‍પિટલના એચઆર હેડ અભયભાઈ શાહ નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા) 

(3:58 pm IST)